શું તમારા પાર્ટનરના નસકોરા એ તમારી ઊંઘ ઉડાવી ને રાખી છે? જેના લીધે દરરોજ સવારે તમે થાકેલા શરીર અને મનથી જાગો છો તો તમારા પતિ સાથે ગુસ્સો ન કરવાને બદલે, તમારા રસોડા તરફ નજર ફેરવો. તમે કદાચ જ ખબર હશે કે તમારા આ દુઃખનો ઈલાજ તમારા રસોડામાં પહેલેથી જ હાજર છે. આ ઈલાજ ન માત્ર તમને નસકોરાંથી મુક્તિ અપાવશે પરંતુ સારી ઊંઘ લેવાને કારણે તમારું આરોગ્ય પણ જાળવી રાખશે.
અતિશય થાક અથવા બંધ નાકને કારણે નસકોરા આવે છે. આવામાં નસકોરા લેવાવાળા વ્યક્તિની પાસે સૂવાવાળાની ઊંઘ ખરાબ થાય છે અને તે નસકોરા લેવાવાળાને પણ જગાડી દે છે. આ કારણે, બંને ખૂબ ગુસ્સે થઈ જાય છે. જો તમને આ સમસ્યા હોય તો તમે 7 દિવસમાં આ ચોક્કસ ટેકનિકનો ઉપયોગ કરીને છુટકારો મેળવી શકો છો.

નવશેકું પાણીના કપમાં એક ચમચી હળદર અને એક ચમચી મધને મિક્સ કરો અને સારી રીતે ભેળવી દો. રાત્રે ઊંઘતા પહેલાં આ પાણી પીવું. આ કરવાથી તમે થોડા દિવસોમાં આ સમસ્યા દૂર કરશો.

સૂવાના સમયે પહેલાં નવશેકા પાણીમાં એલચી અથવા તેના પાઉડરને મિક્સ કરીને પીવો. આમ કરવાથી દરરોજ નસકોરાંની સમસ્યાને ઉકેલી શકાય છે.

હળદરને મોટા ભાગની સમસ્યાઓ માટે એક રામબાણ ઈલાજ તરીકે ગણવામાં આવે છે. રોજ સુતા પેહલા હળદરવાળું દૂધ પીવાથી નસ્કોરાની સમસ્યામાંથી રાહત મળે છે.

સૂવાનો સમય પહેલાં, ફુદીનાના તેલના કેટલાક ટીપાંને પાણીમાં મિક્સ કરી કોગળા કરો. આમ કરવાથી નાકના છિદ્રોનો સોજા ઓછો થાય છે અને શ્વાસ લેવું સરળ બનશે. જો તમે ઇચ્છતા હોવ, તો તમે નાકની નજીક મિન્ટ તેલ મૂકીને ઊંઘી શકો છો.
