સુરત,
હાલમાં છેલ્લા કેટલાક સમયથી બોલીવુડના રૂપેરી પડદે પણ ચોરીને લગતા અનેક પિક્ચર દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં ચોરોને અનેક પ્રકારે ચોરી કરતા બતાવવામાં આવતા હોય છે. પરંતુ ડાયમંડ સીટી સુરતના કતારગામ વિસ્તારમાંથી એક ચોર જે પ્રકારે ચોરી કરતા પકડાયો છે, તે જાણીને તમે ચોકી શકો છો.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના કતારગામ કુબેરનગર સોસાયટીમાં મહિલાઓના અંડરગારમેન્ટની છેલ્લા પંદર દિવસોથી ચોરીઓ થતી હતી. મહિલાઓ અન્ડરગારમેન્ટ સુકાવવા માટે નાખતી હતી ત્યારે એક ચોર તેને ખિસ્સામાં નાખીને ત્યાંથી ચાલ્યો જતો હતો.
જો કે ત્યારબાદ મંગળવારે આ ચોર પકડાયો ત્યારે પોતે હવે પછી અહીં નહીં આવું નહી કરે એમ કહી રહ્યો હતો. ચોરી કરતા પકડાયા બાદ લોકોએ તેને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો.
જો કે હાલના તબક્કે પકડાયેલા ચોરની ઓળખાણ છતી થઇ નથી. એટલું જ નહીં તે શા માટે આવું કરતો હતો તે જાણી શકાયું નથી. સાથે સાથે તે કોણ છે અને ક્યાંનો રહેવાસી છે. જાણકાર લોકો કહે છે કે, આ પ્રકારની માનસિક વિકૃતિ ધરાવતા લોકોને સ્નોડ્રોપર’તરીકે ઓળખાવવામાં આવે છે.
