Not Set/ મિશન ૨૦૧૯ માટે દિલ્લીમાં મંથન, ભાજપના ૫ CM પર રહી શકે છે PM મોદીની નૈયા પાર કરવાનો દારોમદાર

નવી દિલ્હી, ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને હજી ઘણા દિવસોનો સમય છે પરંતુ આ ચૂંટણીમાં પોતાની નૈયા પાર કરવા માટે દેશની રાજકીય પાર્ટીઓ દ્વારા અત્યારથી જ કમર કસવાનું શરુ કરી દેવામાં આવ્યું છે, ત્યારે હવે કેન્દ્રમાં સત્તારૂઢ પાર્ટી ભાજપ દ્વારા પણ રાજધાની દિલ્હીમાં મંથન કરવામાં આવી રહ્યું છે. Prime Minister Narendra Modi arrives at BJP headquarters […]

Top Stories India Trending

નવી દિલ્હી,

૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને હજી ઘણા દિવસોનો સમય છે પરંતુ આ ચૂંટણીમાં પોતાની નૈયા પાર કરવા માટે દેશની રાજકીય પાર્ટીઓ દ્વારા અત્યારથી જ કમર કસવાનું શરુ કરી દેવામાં આવ્યું છે, ત્યારે હવે કેન્દ્રમાં સત્તારૂઢ પાર્ટી ભાજપ દ્વારા પણ રાજધાની દિલ્હીમાં મંથન કરવામાં આવી રહ્યું છે.

પીએમ મોદી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં મળી રહેલી આ બેઠકમાં નાણામંત્રી અરુણ જેટલી, ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી તેમજ દેશમાં BJP સરકાર ધરાવતા ૧૫ રાજ્યોના મુખ્યમંત્રી તેમજ ઉપ-મુખ્યમંત્રી હાજર રહ્યા છે.

આ બેઠકમાં ખાસ કરીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટેની ખાસ રણનીતિ અને ચાલુ વર્ષના અંતે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇ મંથન કરવામાં આવી રહ્યું છે.

જો કે બીજી બાજુ ૨૦૧૪ની જેમ જ આગામી લોકસભા ચૂંટણીમાં પણ પીએમ મોદીને રાજધાની દિલ્હીની કિલ્લો ફતેહ કરવા માટેની જવાબદારી દેશના ૫ મુખ્યમંત્રીઓના હાથમાં જોવા મળી રહી છે.

આ યાદીમાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ શામેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીતમાં દેશના આ પાંચ રાજ્યોની મહત્વની ભૂમિકા રહી હતી.

લોકસભાની સીટોની વાત કરવામાં આવે તો. આ પાંચ રાજ્યોમાં લોકસભાની કુલ ૨૦૮ સીટો છે. ૨૦૧૪માં આ સીટો પરથી NDAને ૧૯૩ સીટો મળી હતી. ૧૯૩માંથી ભાજપને ૧૭૨ અને અન્ય સાથી પક્ષોને ૨૧ સીટ મળી હતી. ત્યારે આ સ્થિતિમાં પણ ૨૦૧૯માં પણ પીએમ મોદીને વધુ એકવાર સત્તામાં પાછા લાવવા માટે આ પાંચ રાજ્યોની મહત્વની ભૂમિકા જોવા મળી શકે છે.

૧. ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પરીક્ષા :

લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવી રાજધાની દિલ્હીની કિલ્લો  ફતેહ કરવામાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશનો સિંહ ફાળો હોય છે. યુપીમાં લોકસભાની સૌથી વધુ એટલે કે ૮૦ સીટ છે. ૨૦૧૪માં ભાજપને ૭૧ ને અન્ય સાથી પાર્ટીને ૨ એમ કુલ ૭૩ સીટ મળી હતી ત્યારે હવે ૨૦૧૯માં પણ આ જ પરિણામ વધુ એકવાર રિપીટ કરવામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પરીક્ષા થઇ શકે છે.

જો કે ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે શાનદાર વિજય પ્રાપ્ત કર્યો હતો, પરંતુ ૨૦૧૪ પછી રાજ્યમાં યોજાયેલી ૩ લોકસભા સીટો પર ભાજપનો પરાજય થઇ ચુક્યો છે.

૨. મધ્યપ્રદેશ :

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી છેલ્લા ૧૩ વર્ષથી સત્તા પર બિરાજમાન છે જયારે ભાજપ ૧૫ વર્ષથી સરકારમાં છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કુલ ૨૯ સીટોમાંથી ૨૭ સીટ મળી હતી, ત્યારે હવે આગામી ચૂંટણીમાં પણ આ સફળતા મેળવવાની જવાબદારી CM શિવરાજના હાથમાં હોઈ શકે છે.

૩. રાજસ્થાન :

૨૦૧૪માં નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનાવવામાં રાજસ્થાનનો સૌથી મોટો ફાળો રહ્યો હતો. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કુલ ૨૫ સીટો પર ક્લીન સ્વીપ કરતા તમામ ૨૫ સીટો પર ભાજપે કબ્જો કર્યો હતો.

હાલમાં વસુંધરા રાજે રાજ્યના મુખ્યમંત્રી છે, ત્યારે  રાજ્યમાં આ પરિણામ વધુ એકવાર રિપીટ કરવાની જવાબદારી વસુંધરા રાજેના હાથમાં જોવા મળી રહી છે.

૪. ગુજરાત :

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતને ભાજપનું ગઢ માનવામાં આવે છે. છેલ્લા ૨ દાયકાથી ભાજપ સરકારમાં છે. આ ઉપરાંત ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે વિપક્ષી પાર્ટીઓનો સફાયો કરતા ૨૬ બેઠકો પર જીત મેળવી હતી.

બીજી બાજુ પીએમ મોદીના કેન્દ્રમાં ગયા બાદ ગુજરાતમાં ભાજપની સીટોમાં ઘટાડો થયો છે. ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૯૯ સીટો મળી હતી, જયારે કોંગ્રેસ ગત ચૂંટણી કરતા વધુ સીટ મળતા તેઓનો ગ્રાફ ઉંચો આવ્યો છે.

આ સ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હાથમાં લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને સફળતા અપાવવા માટેની ખાસ જવાબદારી છે.

૫. મહારાષ્ટ્ર :

૨૦૧૯માં કેન્દ્રમાં પીએમ મોદીના સત્તા પર બિરાજમાન થવામાં મહારાષ્ટ્ર પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મહારાષ્ટ્રમાં કુલ ૪૮ લોકસભા સીટ છે. ૨૦૧૪માં ભાજપને ૨૩ અને તેની સહયોગી પાર્ટી શિવસેનાને ૧૮ સીટો મળી હતી, જયારે કોંગ્રેસ માત્ર ૨ સીટો પર જ સીમિત રહી હતી.

 જો કે હવે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બંને પાર્ટીઓ દ્વારા અલગ-અલગ ચૂંટણી લડવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે, ત્યારે હવે ૨૦૧૯માં ભાજપની નૈયા પાર પાડવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફળણવીસની અગ્નિપરીક્ષા થઇ શકે છે.