Not Set/ બહેનો, ડિપ્રેશનમાંથી મુક્ત થવું છે, આ રહી ટીપ્સ

અમદાવાદ એવુ મોટાભાગે  જોવા મળે છે કે, જો માતા ડિપ્રેશનથી પીડિત રહે છે તો તેની સીધી અસર પરિવાર પર પડે છે. ડિપ્રેશનના કારણે  વ્યક્તિ ચિઢિયો થઈ જાય છે અને જો આવુ કોઈ મહિલા સાથે થાય છે તો આનો પ્રભાવ પરિવાર પર પડે છે. એક મહિલા જ સમગ્ર પરિવારની ચાવી હોય છે. તેના જ હાથમાં હોય […]

Health & Fitness Lifestyle
અમદાવાદ
એવુ મોટાભાગે  જોવા મળે છે કે, જો માતા ડિપ્રેશનથી પીડિત રહે છે તો તેની સીધી અસર પરિવાર પર પડે છે. ડિપ્રેશનના કારણે  વ્યક્તિ ચિઢિયો થઈ જાય છે અને જો આવુ કોઈ મહિલા સાથે થાય છે તો આનો પ્રભાવ પરિવાર પર પડે છે. એક મહિલા જ સમગ્ર પરિવારની ચાવી હોય છે. તેના જ હાથમાં હોય છે ઘરને સુંદર અને સ્વસ્થ રાખવાનું કામ. ડિપ્રેશન એક રીતની ઉધઈ જેવી હોય છે, જે ધીમે-ધીમે શરીર અને સંબંધોને ખોખલા કરી દે છે.
Related image
જો તમે આનાથી બચવા માંગો છો તો બાળકોની સાથે સંબંધમાં સુધારો લાવીને ડિપ્રેશનથી બચી શકાય છે. એક નવા સંશોધનમાં આ વાત સામે આવી છે. સંશોધકોના જણાવ્યા મુજબ, બાળકો અને તેની માતાની વચ્ચે વાતચીતમાં જા ગરમજાશીની ઉણપ છે તો એનો મતલબ એ થયો કે, તેમનો પરસ્પર તાલમેલ બરાબર નથી. અમેરિકાના બિંઘમટન યુનિવર્સિટીના બ્રેન્ડન ગીબે જણાવ્યુ કે, અમે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે, શરીર ક્રિયા વિજ્ઞાનના સ્તર પર શું તમે માતા અને બાળકો વચ્ચે તાલમેલ દેખો છો અને કેવી રીતે આ અવસાદને પ્રભાવિત કરે છે.
Image result for Women, to be free from depression, these are tips
આ સંશોધન જર્નલ ઓફ ચાઈલ્ડ સાઈકોલોજી એન્ડ સાઈકિએટ્રીમાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે. સંશોધનમાં 7થી 11 વર્ષના બાળકો અને તેમની માતાઓને સામેલ કરવામાં આવ્યા હતા. સંશોધનમાં સામેલ મહિલાઓમાંથી 44ને અવસાદનો ઈતિહાસ રહ્યો હતો અને જ્યારે 50ની સાથે આવી કોઈ વાત નહતી બની.
Image result for Women, to be free from depression, these are tips
તેમનો આપસમાં સકારાત્મક અને નકારાત્મક બન્ને રીતની વાતચીત દરમિયાન તેમની ધડકનોનો ઉતાર-ચઢાવનો અભ્યાસ કરવામાં આવ્યો. પ્રથમ વાતચીતમાં માતા અને બાળકોની જોડીએ પોતાના પંસદગી પર્યટન સ્થળ પર રજાઓ વીતાવવાને લઈને વાતચીત કરી અને તેમની વાતચીતમાં તેમની વચ્ચે તણાવના મામલાને લઈ વાતચીત થઈ, જેમાં હોમવર્ક કરવુ, ટીવી અથવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો, સ્કુલની સમસ્યા, સમય પર તૈયાર થવુ વગેરે જેવા વિષયો સામેલ હતા. સંશોધનમાં સામે આવ્યુ કે, એવી માતા જેમનો અવસાદ સાથે કોઈ ઈતિહાસ નથી તેમનો તેમના બાળકોની સાથે નકારાત્મક વાતચીત દરમિયાન પોતાના દિલની ધડકનમાં ઘણો ઉતાર ચઢાવ આવે છે.
Related image