Not Set/ ભુજ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં સંકલનની બેઠકમાં હલ્લાબોલ

ભૂજ, ભૂજ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં સંકલનની બેઠક મળી હતી. ત્યારે અછતની સ્થિતિને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ હલ્લાબોલ બોલાવ્યો હતો. રાજયમંત્રી વાસણ આહીર અને સાંસદ વિનોદ ચાવડા બંગડી પહેરો ના લગાવ્યા નારા લગાવ્યા હતાં.ઘાસ આપો પાણી આપો નહિતર ખુરશી ખાલી કરો ના સૂત્રોચ્ચાર પોકાર્યા હતાં. જિલ્લામાં દુષ્કાળની સ્થિતિમાં અછત રાહતની કામગીરી ન થતા ચૂંટાયેલા […]

Gujarat Others Trending

ભૂજ,

ભૂજ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં સંકલનની બેઠક મળી હતી. ત્યારે અછતની સ્થિતિને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ હલ્લાબોલ બોલાવ્યો હતો.

રાજયમંત્રી વાસણ આહીર અને સાંસદ વિનોદ ચાવડા બંગડી પહેરો ના લગાવ્યા નારા લગાવ્યા હતાં.ઘાસ આપો પાણી આપો નહિતર ખુરશી ખાલી કરો ના સૂત્રોચ્ચાર પોકાર્યા હતાં.

જિલ્લામાં દુષ્કાળની સ્થિતિમાં અછત રાહતની કામગીરી ન થતા ચૂંટાયેલા શાસકો સામે જનઆક્રોશ વધી ગયો છે.સોમવારે અછતની સમીક્ષા કરવા સીએમ વિજય રૂપાણી આવવાની હોવાથી કોંગ્રેસ આક્રમક મૂડમાં છે.