નવી દિલ્હી,
કેન્દ્રમાં વર્તમાન સત્તારૂઢ પાર્ટી ભાજપના ફાયર બ્રાંડ નેતા સાક્ષી મહારાજ હંમેશાની માટે પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે તેઓએ વધુ એકવાર તેઓએ નવો રાગ આલોપ્યો છે.
#WATCH: BJP MP Sakshi Maharaj says in Unnao "Rajneeti mein jab aaya to pehla mera statement tha Mathura mein, Ayodhya Mathura Kashi ko chhodo Dilli ki Jama Masjid todo, agar seedhion mein murtiyaan na nikle to mujhe faansi pe latka dena." (22.11.2018) pic.twitter.com/9pywDQ2flB
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 24, 2018
એક બાજુ રામ મંદિરના નિર્માણનો રસ્તો સ્પષ્ટ નથી ત્યારે ઉત્તરપ્રદેશના ઉન્નાવથી BJP સાંસદ સાક્ષી મહારાજે હુંકાર ભરતા એક ચોકાવનારો દાવો કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, ‘રાજધાની દિલ્હીમાં સ્થિત જામા મસ્જિદને ધ્વસ્ત કરી નાખવી જોઈએ કારણ કે આ મસ્જિદ એક હિંદુ મંદિરના સ્થાન પર બનાવવામાં આવી છે”.

ઉન્નાવમાં એક જાહેરસભાને સંબોધતા તેઓએ દાવો કર્યો હતો કે, “હું જયારે રાજનીતિમાં આવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે, કાશી, મથુરા, અયોધ્યાને છોડો, જામા મસ્જિદને તોડો અને તેના પગથિયામાંથી દેવતાઓની મૂર્તિ મ મળે તો મને ફાંસી પર લટકાવી દો”.

મહત્વનું છે કે, દિલ્હીમાં સ્થિત જામા મસ્જિદ એ ભારતની સૌથી મોટી મસ્જિદોમાંની એક છે, જેનું નિર્માણ મુઘલ સમ્રાટ શાહજહાંએ વર્ષ ૧૬૪૪ થી ૧૬૫૬ વચ્ચે કરાયું હતું.
