ભારતનાં યુનિયન મીનીસ્ટર નીતિન ગડકરીએ એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે, મુંબઈમાં ઇંધણ તરીકે LNG, ઇથેનોલ, મિથેનોલનો ઉપયોગ કરવામાં આવશે. હાલની મોદી સરકારમાં નીતિન ગડકરી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મીનીસ્ટર છે.
એક ઇવેન્ટમાં નીતિન ગડકરીએ વોટર ટ્રાન્સપોર્ટને લઈને પણ વાત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, આપણે વોટર ટ્રાન્સપોર્ટની શરૂઆત વેસ્ટર્ન ફ્રન્ટ પર ફ્લોટિંગ ડોકનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ. આનાથી મુંબઈમાં જળ પરિવહનનાં ઉપયોગમાં ફાયદો થશે.’
Union Min Nitin Gadkari: As far as cruise tourism is concerned, there's lot of potential. We can begin water transport by bringing in floating jetties at western front. It'll be beneficial to use water transport in Mumbai. Decided to use methanol, LNG, ethanol as fuel in Mumbai. pic.twitter.com/9Hdh5kX3i3
— ANI (@ANI) December 1, 2018
આ ઉપરાંત એમણે ફ્યુઅલને લઈને પણ વાત કરી હતી. તેઓએ જણાવ્યું કે મુંબઈમાં ઇંધણ તરીકે પેટ્રોલ, ડીઝલ ઉપરાંત હવે LNG (લિક્વીફાઈડ નેચરલ ગેસ), ઇથેનોલ, મિથેનોલનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.
ક્રુઝ ટુરીઝમ છે અત્યારે ઝડપથી વિકસી રહ્યો છે એનાં વિષે વાત કરતાં એમણે જણાવ્યું કે, ક્રુઝ ટુરીઝમમાં ઘણું પોટેન્શિયલ છે.
