છોટા ઉદેપુરના મદદનીશ વનસંરક્ષક રૂ. 35,000ની લાંચ લેતા વડોદરામાં રંગે હાથે ઝડપાયા હતા. મળતી વિગતો મુજબ છોટા ઉદેપુરના ACF જ્યોતિષ મણિલાલ મેંગર (55) રૂ. 35,000ની લાંચ લેતા ઝડપાયા છે.
એન્ટી કરપ્સન બ્યુરો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ શો-મીલનું લાયસન્સ કાઢી આપવા બાબતે આરોપી જ્યોતિષ મણિલાલ મેંગરે રૂ. 75,000ની માંગ કરી હતી. જેમાંથી રૂ. 35,000 કામ થયા પહેલા અને બાકીના રૂપિયા કામ થયા પછી આપવાનું નક્કી થયું હતું.
જેથી લાંચ આપવા ન માંગતા ફરિયાદીએ વડોદરા એસીબીમાં ફરિયાદ કરી હતી. જેથી શનિવારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, આ લાંચ અંગેનું ટ્રેપ વડોદરામાં ગોઠવાયું હતું. મદદનનીશ વન સરંક્ષક જ્યોતિષ મણીલાલ મેંગર ફરીયાદી પાસેથી રૂ. 35,000 લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ પકડાઇ ગયા હતા.
