Not Set/ ભારે પવનોથી અમદાવાદમાં ગાત્રો થીજાવતી ઠંડી, જનજીવન બન્યું અસ્તવ્યસ્ત

અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીની અસર વધી ગઈ છે. જેના કારણે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે તેવી સંભાવના રહેલી છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી તા. 18થી 22 ડિસેમ્બર વચ્ચે અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે જવાની શક્યતા રહે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી […]

Top Stories Ahmedabad Gujarat Others Trending
Cold weather in Ahmedabad due to heavy winds, life becomes chaotic

અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીની અસર વધી ગઈ છે. જેના કારણે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે તેવી સંભાવના રહેલી છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી તા. 18થી 22 ડિસેમ્બર વચ્ચે અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે જવાની શક્યતા રહે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં ભારે પવનોના કારણે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ઠંડીના લીધે રવિવારે સવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 12 ડિગ્રી રહ્યું હતું. જો કે ભારે પવનોના કારણે રવિવારની સવારે અમદાવાદ ઠુંઠવાઈ ગયું હતું તેમ કહો તો પણ કઈ આશ્ચર્ય કહેવાશે નહિ. જો કે શનિવારે 11.2 ડિગ્રી સાથે અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ઠંડા પવનનું જોર વધ્યું છે, જો કે આગામી સપ્તાહના અંત સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડે તેવી સંભાવનાને લઈને રાજ્યમાં ઠંડા પવનનું જોર ઘટશે તેવી શક્યતા રહેલી છે.

રાજ્યમાં આજે રવિવારે ડીસા શહેર લઘુતમ તાપમાન 8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું હતું. જયારે અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું, જયારે પાટનગર ગાંધીનગરનું તાપમાન આ ડિગ્રી, ભુજ 11 ડિગ્રી, નલિયા અને કંડલા (એરપોર્ટ)12 ડિગ્રી, જયારે સુરેન્દ્રનગર, વલ્લભ વિદ્યાનગર અને વલસાડનું લઘુતમ તાપમાન 13 ડિગ્રી રહ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ તા. 17 ડિસેમ્બર એટલે કે આવતી કાલ સોમવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ અમદાવાદ સહિત ગુજરાતભરમાં ફરીથી ઠંડીનું જોર વધશે.