Not Set/ પથ્થરનો જવાબ AK-47થી આપું છુ, આવી જાઓ મોદીજી…વસુંધરાજી…અશોકજી…

જયપુર પૂર્વ વિદેશમંત્રી નટવર સિંહના પુત્ર જગત સિંહે હાલમાં એક એવું નિવેદન આપ્યું છે જેને લીધે વિવાદ થઇ શકે છે. બસપા પાર્ટીના ઉમેદવાર જગત સિંહે ચૂંટણીના પ્રચાર વખતે જે નિવેદન આપ્યું છે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. #WATCH BSP's Jagat Singh in Alwar, Rajasthan: Main peeche nahi hatoonga bhaiyon. Goli chalegi toh […]

Top Stories India Trending Politics

જયપુર

પૂર્વ વિદેશમંત્રી નટવર સિંહના પુત્ર જગત સિંહે હાલમાં એક એવું નિવેદન આપ્યું છે જેને લીધે વિવાદ થઇ શકે છે. બસપા પાર્ટીના ઉમેદવાર જગત સિંહે ચૂંટણીના પ્રચાર વખતે જે નિવેદન આપ્યું છે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયોમાં તેઓ તેઓ પથ્થરનો જવાબ એકે-૪૭થી આપવાનું કહી રહ્યા છે. જો કે આ વિડીયોને લઈને જગતસિંહે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

જનસભાને સંબોધિત કરતા તેઓ કહી રહ્યા છે હમણાં જુગરાવરમાં ઘણો મોટો ઝઘડો થયો હતો, આપણા ૨૦૦ છોકરાઓની ધરપકડ  થવાની હતી ત્યારે ક્યાં ગઈ હતી બીજેપી ? તેમની પીડા સાંભળવા માટે કોઈ નહતું. તેમને બચાવવા માટે કોઈ નહતું. કોઈ નહતું ત્યારે હું ત્યાં પહોચ્યો હતો.

વધુમાં તેમણે કહ્યું કે હું પીછેહટ નહી કરું. જો ગોળી ચાલશે તો તે પહેલા મને લાગશે. હું પથ્થરનો જવાબ AK-47 થી કરું છુ. તો આવી જાઓ…અશોક જી…મોદી જી…અને વસુંધરા જી…હું તમને પેટીપેક કરીને મોકલીશ.