મેલબર્ન,
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રવિવારે મોટો અપસેટ થયો છે. અત્યારસુધીમાં ૨૦ ગ્રાન્ડસ્લેમ જીતી ચુકેલા સ્વિઝરલેન્ડના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરરની હાર સાથે હવે સતત ત્રીજીવાર આ ખિતાબ જીતવાનું સપનું ચકનાચૂર થઇ ગયું છે.
He's done it!@StefTsitsipas knocks out defending champion Roger Federer 6-7(11) 7-6(3) 7-5 7-6(5) to reach his first quarterfinal at a Grand Slam.#AusOpen #AOFiredUp pic.twitter.com/Vz8sQa0AT1
— #AusOpen (@AustralianOpen) January 20, 2019
રવિવારે રમાયેલા ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં દુનિયાના ત્રીજા નંબરના ખેલાડી ફેડરરનો મુકાબલો ૨૦ વર્ષીય સ્ટેફનોસ સિસિપાસ સામે થયો હતો, જ્યાં સિસિપાસે સ્વિસ દિગ્ગજ ખેલાડીને ૬-૭, ૭-૬, ૭-૫, ૭-૬ના મેરાથોન મુકાબલામાં હાર આપી હતી .
આ હાર સાથે જ રોજર ફેડરર ટુનાર્મેન્ટમાંથી બહાર થઇ ગયો છે, જયારે મોટો અપસેટ કરનારા સિસિપાસે ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
https://twitter.com/AustralianOpen/status/1086958639624187904
આ ટુર્નામેન્ટની શરૂઆત સાથે ફેડરર ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ સાતમી વખત જીતવા માટે ઉતર્યો હતો, પરંતુ આ હાર બાદ હવે આ સપનું અધૂરું રહ્યું છે.
