Not Set/ દિવાલ પર સ્યુસાઇડ નોટ લખી ખેડુત દંપત્તિએ આત્મહત્યા કરી

છોટા ઉદેપુર રાજ્યમાં આર્થિક ભીંસમાં આવેલા એક ખેડુત દંપત્તિએ આત્મહત્યા કરી લીધી છે.છોટા ઉદેપુરના પાંધરવાટ ગામમાં ખેડુત દંપત્તિએ પોતાના ઘરના આંગણામાં જ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. ખેતરમાં નાંખવાની દવા પીને આત્મહત્યા કરનાર આ દંપત્તિની ઓળખ યોગેશ રાઠવા અને કુચબી રાઠવા તરીકે થઇ છે. દંપત્તિએ મરતા પહેલાં ઘરની દિવાલ પર સ્યુસાઇડ નોટ લખી […]

Gujarat

છોટા ઉદેપુર

રાજ્યમાં આર્થિક ભીંસમાં આવેલા એક ખેડુત દંપત્તિએ આત્મહત્યા કરી લીધી છે.છોટા ઉદેપુરના પાંધરવાટ ગામમાં ખેડુત દંપત્તિએ પોતાના ઘરના આંગણામાં જ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.

ખેતરમાં નાંખવાની દવા પીને આત્મહત્યા કરનાર આ દંપત્તિની ઓળખ યોગેશ રાઠવા અને કુચબી રાઠવા તરીકે થઇ છે.

દંપત્તિએ મરતા પહેલાં ઘરની દિવાલ પર સ્યુસાઇડ નોટ લખી છે.જો કે આ સ્યુસાઇડ નોટ ઘણી અસ્પષ્ટ હોવાને કારણે તેમની આત્મહત્યા પાછળનું સાચુ કારણ જાણવા મળી શકતું નથી.

સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે એવું લાગી રહ્યું છે કે દંપત્તિને ક્યાંક પૈસાની લેવડદેવડ થઇ છે અને તેના કારણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવું જોઇએ.સ્યુસાઇડ નોટમાં કોઇ અરવિંદ નામની વ્યક્તિનો પણ ઉલ્લેખ કર્યો છે.

છોટા ઉદેપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી શરૂ કરી છે.