Not Set/ જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલો, બે લોકોની કરાઈ ધરપકડ

અમદાવાદી, જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સીઆઈડી ક્રાઇમે છબીલ પટેલના ફાર્મહાઉસ પરથી વધુ બે લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, અબસાડાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા 8 જાન્યુઆરીના ચાલુ ટ્રેનમાં ગોળી મારીને કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગયો છે. જેને લઈને સીઆઈડી ક્રાઈમ અને પોલીસ દ્વારા સંયુકત રીતે તપાસ હાથ ધરવામાં […]

Ahmedabad Top Stories Gujarat Videos
mantavya 436 જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલો, બે લોકોની કરાઈ ધરપકડ

અમદાવાદી,

જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સીઆઈડી ક્રાઇમે છબીલ પટેલના ફાર્મહાઉસ પરથી વધુ બે લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, અબસાડાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા 8 જાન્યુઆરીના ચાલુ ટ્રેનમાં ગોળી મારીને કરવામાં આવી હતી.

જેને લઈને સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગયો છે. જેને લઈને સીઆઈડી ક્રાઈમ અને પોલીસ દ્વારા સંયુકત રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તો હત્યાને લઈને ભાનુશાળીના પરિવાર જનો દ્વારા છબીલ પટેલ પર અને મનિષા ગોસ્વામી પર આરોપો મૂકવામાં આવ્યો હતા.

ભાનુશાળી હત્યા કેસમાં વધુ બે આરોપીઓને ઝડપી પાડ્તા સીઆઈડી ક્રાઈમને મોટી સફળતા હાથ લાગી છે. આ હત્યા મામલામાં પણ સુરજિત ભાઉની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે સરુજિત ભાઉ મનિષા ગોસ્વામી અંગત મિત્રો છે અને તેના કારણે મનિષા સાથે તેનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. તો બીજી બાજુ છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી છેલ્લા કેટલાય સમયથી ગુમ થઈ ગયા છે.