અરવલ્લી જિલ્લા માં કમોસમી વરસાદ ને કારણે ખેતી પાક માં ભારે નુકશાન થવા પામેલ છે પપૈયા મકાઈ ઘઉં ના પાક માં ખેડૂતો ને રાતા પાણી રોવાનો વારો.
રાજસ્થાન માં સર્જાયેલ અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન ની અસર ને કારણે અરવલ્લી જિલ્લા માં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો જિલ્લા ના માલપુર મેઘરજ મોડાસા ભિલોડા તાલુકા માં વવાજોડા સાથે વરસાદ ખાબક્યો હતો લગ્ન સરા ની સીઝન હોવાથી મંડપો પણ ભારે પવન ને કારણે ધરાશયી થયા હતા ખાસ ખેતી માં ભારે નુકશાન થવા પામ્યું છે.
જિલ્લા ના માલપુર તાલુકા ના અણિયોર કંપા ગામે ખેડૂતો એ એક વર્ષ અગાઉ કરેલા પપૈયા ના વાવેતર ને ભારે નુકશાન થયું છે ગામ માં 25 થી વધુ વીઘા જમીન માં કરેલા તૈયાર થયેલ પપૈયા ભારે વવાજોડા ના કારણે પડી જાવા પામ્યા છે 25 લાખ થી વધુ નું નુકશાન થવા પામ્યું છે મોંઘા ભાવ ના ખાતરો નાખી માવજત કરી ઉછેરેલો પાક નિષ્ફળ જતા ખેડૂતો ને રાતા પાણી એ રોવાનો વારો આવ્યો છે.
આજ ગામ માં મકાઈ ના પાક માં પણ ભારે નુકશાન થવા પામ્યું છે ભિલોડા તાલુકા ના સુનોખ પંથક માં પણ કમોસમી વરસાદ ની અસર જોવા મળી છે ખાસ કરીને બટાકા અને ઘઉં ના પાક માં લાખો નું નુકશાન થવા પામ્યું છે ત્યારે ખેડૂત માટે પડતા પર પાટુ જેવો ઘાટ થયો છે આમ સમગ્ર અરવલ્લી જિલ્લા માં ખેતીવાડી માં ભારે નુકશાન થયું છે
