Not Set/ 2002 ગોધરાકાંડ મામલો, આરોપી યાકુબ પાતળીયાને આજીવન કેદની સજા ફટકારાઇ

ગુજરાતમાં ગોધરાકાંડ બાદ રમખાણો ફાટી નીકળ્યા હતા. ગોધરાકાંડનો મોસ્ટ વોન્ટેડ આરોપી યાકુબ અબ્દુલ ગની પાતળીયાને પોલીસે ઝડપી પાડ્યો છે. યાકુબ અબ્દુલ ગની પાતળીયા ગોધરાકાંડમાં છેલ્લા 16 વર્ષથી નાસતો ફરતો હતો. ગોધરા ટ્રેન હત્યકાંડની ઘટના બાદ યાકુબ ફરાર થઈ ગયો હતો.  ગોધરા પોલીસે તેને પકડી લીધો હતો. મોસ્ટ વોન્ટેડ આરોપી યાકુબ અબ્દુલ ગની પાતળીયા સને 2002થી ટ્રેનકાંડના […]

Gujarat Others

ગુજરાતમાં ગોધરાકાંડ બાદ રમખાણો ફાટી નીકળ્યા હતા. ગોધરાકાંડનો મોસ્ટ વોન્ટેડ આરોપી યાકુબ અબ્દુલ ગની પાતળીયાને પોલીસે ઝડપી પાડ્યો છે. યાકુબ અબ્દુલ ગની પાતળીયા ગોધરાકાંડમાં છેલ્લા 16 વર્ષથી નાસતો ફરતો હતો. ગોધરા ટ્રેન હત્યકાંડની ઘટના બાદ યાકુબ ફરાર થઈ ગયો હતો.  ગોધરા પોલીસે તેને પકડી લીધો હતો.

મોસ્ટ વોન્ટેડ આરોપી યાકુબ અબ્દુલ ગની પાતળીયા સને 2002થી ટ્રેનકાંડના ગુનામાં વોન્ટેડ હતો. ગોધરા પોલીસે બાતમીના આધારે 16 વર્ષ બાદ નાસતા ફરતા ટ્રેનકાંડના વોન્ટેડ આરોપીને ગોધરામાંથી ઝડપી પાડયો છે. આપને જણાવી દઈએ કે, રામમંદિરથી પરત ફરી રહેલા 59 કારસેવકો જીવતા ભુંજાઈ ગયા હતા.

વર્ષ 2002 ગોધરાકાંડ મામલે સીટ કોર્ટે આરોપી યાકુબ પાતળીયાને આજીવન કેદની સજા ફટકારી છે.  આરોપી યાકુબને હત્યાની કોશિશ અને કાવતરૂ ઘડવાના ગુનામાં કરાઈ આજીવન કેદની સજા ફટકારાઇ. 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસમાં 59 કાર સેવકોને સળગાવના કેસમાં સજા.

27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S6 કોચમાં લગાવાઈ હતી આગ.  ગોધરા પોલીસે 16 વર્ષ બાદ નાસતા ફરતા આરોપીને ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંથી ઝડપ્યો હતો. અગાઉ ગોધરાકાંડમાં 31 આરોપીઓને કોર્ટે આજીવન કેદની ફટકારી છે સજા. હવે સજા થયેલ કુલ આરોપીની સંખ્યા 32 એ પહોંચી. હાલ આરોપીની ઉંમર 62 વર્ષ છે.