Not Set/ ક્રોસવર્ડના વોશરૂમમાં સગીરાનો વીડિયો ઉતારનાર યુવકને પોલીસે પકડ્યો

અમદાવાદ, અમદાવાદના જાણીતા પુસ્તકોના શો રૂમના ટોઇલેટમાં સગીરાનો વીડિયો ઉતારનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે.યુવકે પોલીસને પુછપરછમાં કહ્યું કે તેનું માનસિક સંતુલન ખરાબ થઈ જતા તેણે તેના મોબાઈલમાં આ વીડિયો ઉતાર્યો હતો. વિગતે જઈએ તો અમદાવાદનાં એસ.જી.હાઈવે પર આવેલા ક્રોસવર્ડ બુક સ્ટોરમાં વોશરૂમમાં ગયેલી સગીરાનો મોબાઇલથી વિડીયો 29 વર્ષનાં ઋષિ પરમારે ઉતાર્યો હતો.જો કે સગીરાએ […]

Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

અમદાવાદના જાણીતા પુસ્તકોના શો રૂમના ટોઇલેટમાં સગીરાનો વીડિયો ઉતારનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે.યુવકે પોલીસને પુછપરછમાં કહ્યું કે તેનું માનસિક સંતુલન ખરાબ થઈ જતા તેણે તેના મોબાઈલમાં આ વીડિયો ઉતાર્યો હતો.

વિગતે જઈએ તો અમદાવાદનાં એસ.જી.હાઈવે પર આવેલા ક્રોસવર્ડ બુક સ્ટોરમાં વોશરૂમમાં ગયેલી સગીરાનો મોબાઇલથી વિડીયો 29 વર્ષનાં ઋષિ પરમારે ઉતાર્યો હતો.જો કે સગીરાએ તેના પરિવારને આ વાત કરતા આ મામલો સામે આવ્યો હતો.

સગીરાની ફરિયાદ પછી ઋષિ પરમાર ભાગી ગયો હતો અને તેણે મોબાઈલમાંથી વીડિયો ડિલીટ કરી નાખ્યો હતો.આ ઘટનાને બે દિવસ બાદ ૠષિ પરમાર  વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીનો મોબાઈલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ઋષિએ ઉતારેલો વીડિયો ડીલીટ કરી દીધો છે જેના કારણે તેનો મોબાઇલ એફએસએલમાં આપવામાં આવ્યો છે. આ યુવાનનાં પિતા ઇસરોનાં ડિરેક્ટરનાં પર્સનલ સેક્રેટરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ઈસ્કોન મંદિર પાછળ, વિક્રમનગરમાં ઈસરો કોલોનીમાં રહેતો પરમાર ઋષિ બળવંતભાઈ 25 માર્ચના રોજ શરણે થતાં પોલીસે તેની ધરપકડ કરીને તેનો મોબાઈલ અને એક્ટીવા કબજે કર્યા હતા. પૂછપરછમાં આરોપીએ માનસિક સંતુલન ગુમાવતા આ કૃત્ય કર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું.

આ યુવાન બીકોમની પરિક્ષા આપી છે અને તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. તે માટે દર શનિ-રવિવારે ક્રોસવર્ડમાં વાંચન માટે આવતો હતો.

ક્રોસવર્ડમાં પરિવાર સાથે આવેલી સગીરા વોશરૂમમાં જતા આરોપીએ વોશરૂમના દરવાજાના નીચેના ખુલ્લા ભાગમાંથી મોબાઈલ વડે સગીરાનો વિડીયો ઉતાર્યો હતો. સગીરાએ બૂમો પાડતા આરોપી ભાગી ગયો હતો.

અહીંના સીસીટીવીમાં તે કેદ થઈ ગયો હતો ઉપરાંત તે એક્ટીવા લઈને જતો હોવાનું પણ સીસીટીવી દ્રશ્યોમાં નજરે ચડતું હતું. બીજી તરફ તેની સામે પોક્સો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાતા તે ગુમ થઈ ગયો હતો. પોલીસ એક્ટીવાના નંબરને આધારે તેના ઘરે પહોંચી હતી પણ ઘરે તાળુ હતું.