Not Set/ ભાજપે ઉમેદવારોની 14 મી યાદી જાહેર કરી, ઓરિસ્સાના ત્રણ ઉમેદવારો યાદીમાં સામેલ

નવી દિલ્હી, લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટીએ સોમવારે ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી છે. તદુપરાંત ઓરિસ્સામાં થનારી વિધાનસભા ચૂંટણી માટે પણ બીજેપીએ એક યાદી જાહેર કરી છે. જાહેર કરેલી સૂચી અનુસાર ઓરિસ્સાની મયૂરભંજ, ભદ્રક અને જજપુર લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં મયૂરભંજથી બિસ્વેશ્વર તુડુ, ભદ્રકથી અભિમન્યૂ સેઠી અને જજપુરથી […]

Top Stories Politics

નવી દિલ્હી,

લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટીએ સોમવારે ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી છે. તદુપરાંત ઓરિસ્સામાં થનારી વિધાનસભા ચૂંટણી માટે પણ બીજેપીએ એક યાદી જાહેર કરી છે. જાહેર કરેલી સૂચી અનુસાર ઓરિસ્સાની મયૂરભંજ, ભદ્રક અને જજપુર લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં મયૂરભંજથી બિસ્વેશ્વર તુડુ, ભદ્રકથી અભિમન્યૂ સેઠી અને જજપુરથી અમિયા મલિકનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

બીજેપીએ ઓરિસ્સા વિધાનસભા ચૂંટણી માટે પણ 11 ઉમેદવારો જાહેર કર્યા

તેની સાથોસાથ બીજેપીએ ઓરિસ્સા વિધાનસભા ચૂંટણી માટે જારી કરેલી સૂચીમાં કુલ 11 વિધાનસભા બેઠકો સામેલ છે. તેમાં આનંદપુરથી આલોક સેઠી, રૈરંગનગરથી નાબા ચરણ માજી, મરોડાથી કૃષ્ણા મહાપાત્રા, નીલગિરીથી સુકાંતા નાયક, આઠમલિક બેઠકથી ભાગીરથી પ્રધાન, બાંગી થી સુભ્રાંશુ શેખર, આથગઢ બેઠકથી બંજેન્દ્ર રાય, પટકુરાથી બિજયા મહાપાત્રા, મહાકાલપાડાની બેઠક પરથી બિજય પ્રધાન, પુરીથી જંયત સારંગી, ભુવનેશ્વર નોર્થથી ઉમેદવાર તરીકે અપારાજિતા મોહંતીના નામની જાહેરાત કરવામાં આવી છે.

 

 

 

Read more at: https://hindi.oneindia.com/news/india/bjp-released-candidates-in-odisha-for-lok-sabha-and-legislative-assembly-elections-also-499776.html