Not Set/ ભાજપના નેતા બન્યા બેફામ,વિક્રમ તરસાડિયા સહિત બે નેતાઓની ઓડિયો ક્લિપ વાયરલ

લોકસભાની ચૂંટણીના ગરમાટા વચ્ચે નેતાઓ પણ બેફામ વાણી વિલાસ કરી રહ્યાં છે.જ્યાં ભાજપના વધુ એક નેતાની ધમકીની ઓડિયો ક્લિપ સામે આવી છે.તાપી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વિક્રમ તરસાડિયા સહિત બે નેતાઓની ઓડિયો ક્લિપ સામે આવી છે.આ ઓડિયો ક્લિપમાં ભાજપના બે નેતાઓ કોંગ્રેસના કોર્પોરેટરને ધમકાવી રહ્યાં છે. ભાજપના નેતાઓ કોંગ્રેસના કોર્પોરેટર રાજુ જાધવને પાસામાં ધકેલી દેવાની ધમકી […]

Gujarat Others

લોકસભાની ચૂંટણીના ગરમાટા વચ્ચે નેતાઓ પણ બેફામ વાણી વિલાસ કરી રહ્યાં છે.જ્યાં ભાજપના વધુ એક નેતાની ધમકીની ઓડિયો ક્લિપ સામે આવી છે.તાપી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વિક્રમ તરસાડિયા સહિત બે નેતાઓની ઓડિયો ક્લિપ સામે આવી છે.આ ઓડિયો ક્લિપમાં ભાજપના બે નેતાઓ કોંગ્રેસના કોર્પોરેટરને ધમકાવી રહ્યાં છે.

ભાજપના નેતાઓ કોંગ્રેસના કોર્પોરેટર રાજુ જાધવને પાસામાં ધકેલી દેવાની ધમકી આપતા સંભળાય છે.આ ઓડિયો ક્લિપ સામે આવતા તાપી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.આ ધમકીને લઈને વ્યારાના કોંગી ધારાસભ્ય દ્વારા ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.