Not Set/ લગ્નનાં કેટલા સમય બાદ ગર્ભધારણ કરી શકાય, ક્લિંક કરી જાણો

ભારતમાં લગ્ન કરવા માટે છોકરાની ઉંમર 21 અને છોકરીની ઉંમર 18 વર્ષ છે. જે રીતે લગ્ન કરવાની એક યોગ્ય ઉંમર હોય છે, તેમ ગર્ભધારણ કરવાની પણ એક યોગ્ય ઉંમર હોય છે. પરંતુ આજની ભાગદૌડથી ભરેલા જીવનમાં કેરિયરને પ્રથમિકતા આપનારી યુવતીઓ 30ની ઉંમર બાદ જ લગ્ન કરવા એ સામાન્ય બની ગયુ છે. મોડા લગ્ન કરવામાં આવે […]

Health & Fitness

ભારતમાં લગ્ન કરવા માટે છોકરાની ઉંમર 21 અને છોકરીની ઉંમર 18 વર્ષ છે. જે રીતે લગ્ન કરવાની એક યોગ્ય ઉંમર હોય છે, તેમ ગર્ભધારણ કરવાની પણ એક યોગ્ય ઉંમર હોય છે. પરંતુ આજની ભાગદૌડથી ભરેલા જીવનમાં કેરિયરને પ્રથમિકતા આપનારી યુવતીઓ 30ની ઉંમર બાદ જ લગ્ન કરવા એ સામાન્ય બની ગયુ છે. મોડા લગ્ન કરવામાં આવે એટલે ગર્ભધારણ પણ મોડું થાય અને મોડું ગર્ભધારણ એટલે મા અને બાળક બંન્ને માટે જોખમ. ગર્ભધારણ ક્યારે થવુ જોઇએ અને તેની યોગ્ય ઉંમર કઇ આવો તે વિશે જાણીએ.

વડીલોનાં મતે ઓછામાં ઓછી 30ની ઉંમર પહેલા ગર્ભધારણ કરી લેવું મા અને બાળક માટે હિતાવહ છે. પરંતુ ગર્ભધારણ કરવાની યોગ્ય ઉંમરનો અંદાજો લગાવો થોડો મુશ્કિલ છે.  કહેવાય છે કે 35ની ઉંમર બાદ ગર્ભધારણ કરવાની શક્યતાઓ ઓછી થઇ જતી હોય છે. સાથે તે પણ કહેવામાં આવે છે કે, મોડા ગર્ભધારણ કરવાથી બાળકોમાં અનેક પ્રકારની ઉણપ રહી જતી હોય છે. જે મહિલાઓ 35 વર્ષ બાદ અને 18 વર્ષની ઉંમર પહેલા ગર્ભધારણ કરે છે તેમના બાળકો માનસિક રીતે નબળા હોવાનુ સામે આવ્યુ છે. આ બાળકો સામાન્ય બાળકોની સરખામણીમાં શારીરિક અને માનસિક રીતે પણ નબળા હોય છે. જો યુવતિઓનાં લગ્ન 21 વર્ષની આસપાસ થયા હોય ત્યારે 27-30ની ઉંમર પહેલા બાળકને જન્મ આપવો યોગ્ય ગણી શકાય છે.