Not Set/ આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચયું, કોર્ટે 10 વર્ષની સજા ફટકારી.

અમદાવાદ, અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં વર્ષ 2014 દરમિયાન સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો બનાવ બન્યો હતો. જે મામલે સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કરીને આરોપી ધર્મદાસ પાસીને પોકસો એકટ હેઠળ દોષિત માનીને 10 વર્ષની સજા ફટકારી હતી. કેસની વિગતવાર ચર્ચા કરીએ તો, આરોપી ધર્મદાસ પાસીએ 16 વર્ષની સગીરાને લગ્નની ખોટી લાલચ આપીને તેના વાલીપણા માંથી ઉઠાવીને તેનો […]

Top Stories Ahmedabad Gujarat
maya 4 આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચયું, કોર્ટે 10 વર્ષની સજા ફટકારી.

અમદાવાદ,

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં વર્ષ 2014 દરમિયાન સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો બનાવ બન્યો હતો. જે મામલે સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કરીને આરોપી ધર્મદાસ પાસીને પોકસો એકટ હેઠળ દોષિત માનીને 10 વર્ષની સજા ફટકારી હતી.

કેસની વિગતવાર ચર્ચા કરીએ તો, આરોપી ધર્મદાસ પાસીએ 16 વર્ષની સગીરાને લગ્નની ખોટી લાલચ આપીને તેના વાલીપણા માંથી ઉઠાવીને તેનો અપહરણ કર્યા બાદ તેની ઉપર દુષ્કર્મ આંચર્યો હતો. જેની ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટની સમક્ષ રજુ કર્યા હતા.

જોકે, આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ નિલેશ લોધાએ પોતાની દલીલો અને રજૂઆતો કોર્ટની સમક્ષ મૂકી હતી. સાથે જ તેમના તરફથી કોર્ટમાં 24 દસ્તાવેજી પુરાવા અને 23 સાક્ષીઓની જુબાની રજૂ કરવામાં આવી હતી. જે સેશન્સ કોર્ટના જજ વિનોદ કલોતરાએ સરકારી વકીલ નિલેશ લોધાની દલીલો અને પુરાવાને માન્ય રાખીને આરોપીને પોકસો એકટ હેઠળ દોષિત ગણીને 10 વર્ષની સજા ફટકારી હતી.