Not Set/ ICC WORLD CUP : ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ થઇ શકે છે રદ્દ, જાણો શું છે કારણ

ભારત-ન્યૂઝીલેન્ડની મેચ ટ્રેટ બ્રિંજ મેદાને ગુરુવાર 13 જૂને રમાવવાની છે. જેના પર વરસાદ ગ્રહણ બનીને ત્રાટકી શકે તેવા સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગ મુજબ ગુરુવારે બપોરે પછી વરસાદની સંભાવનાઓ થોડી ઓછી છે અને તેવામા પૂરી 50 ઓવરની મેચ ન થઇ શકે તો કોઇ નવાઇ નહી. ઈંગ્લેન્ડમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. […]

Top Stories Sports

ભારત-ન્યૂઝીલેન્ડની મેચ ટ્રેટ બ્રિંજ મેદાને ગુરુવાર 13 જૂને રમાવવાની છે. જેના પર વરસાદ ગ્રહણ બનીને ત્રાટકી શકે તેવા સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગ મુજબ ગુરુવારે બપોરે પછી વરસાદની સંભાવનાઓ થોડી ઓછી છે અને તેવામા પૂરી 50 ઓવરની મેચ ન થઇ શકે તો કોઇ નવાઇ નહી.

ઈંગ્લેન્ડમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેને જોતા ભારત-ન્યૂઝીલેન્ડની મેચમાં પણ વરસાદ મોટુ સંકટ ઉભુ કરી શકે તેવા એંધાણ છે. સ્થાનિક હવામાન વિભાગે લોકો માટે ચેતવણી પણ જાહેર કરી દીધી છે. ઈંગ્લેન્ડની સ્થાનિક વેબસાઇટ નોટિંઘમપોસ્ટ મુજબ, આ અઠવાડિયામાં સૌથી વધુ નોટિંઘમ વિસ્તારમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. નોટિંઘમનાં સ્થાનિય હવામાન મુજબ, બુધવારે સાંજે સાત વાગ્યા સુધી ભારે વરસાદની આશંકા છે. વેબસાઇટ મુજબ, ગુરુવારે બપોર સુધી થોડો વરસાદ પડી શકે છે. આ દરમિયાન તાપમાન 10થી 13 ડિગ્રી રહેવાની સંભાવનાઓ છે.

વરસાદનાં કારણે ટીમ ઈંન્ડિયાનું નેટ સેશન રદ્દ

મંગળવારે ટીમ ઈંન્ડિયાનું નેટ સેશન લોકલ સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આયોજીત કરવામા આવવાનું હતુ પરંતુ ટીમ મેનેજમેન્ટએ લગભગ 10:51 વાગ્યે વરસાદનાં કારણે ટ્રેનિંગ સેશન રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ માટે આ બીજા ખરાબ સમાચાર છે. ટીમ ઈંન્ડિયા પહેલા જ તેના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને લઇને ટેન્શનમાં છે.

હવામાન વિભાગની માનીએ તો ગુરુવારે નોટિંઘમમાં વરસાદની સંભાવના 40 ટકા છે. આ પહેલા ICC World Cup 2019 ની બે મેચો વરસાદની ભેટ ચઢી ચુકી છે. આપને જણાવી દઇએ કે, વિશ્વકપ 2019માં ટીમ ઈંન્ડિયાએ પોતાની બંન્ને મેચમાં શાનદાર જીત મેળવી ક્રિકેટ ચાહકોનાં દિલ જીત્યા છે. વિશ્વકપમાં ભારતે પોતાની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યુ હતુ, જ્યારે બીજી મેચમાં તેણે 2015માં વિશ્વ વિજેતા બનેલી ઓસ્ટ્રેલિયન ટીમને 36 રને હરાવી જીત નોંધાવી હતી. વિશ્વકપમાં જ્યા વન ડે મેચ રમાવવાની જગ્યાએ વરસાદનાં કારણે મેચ 20-20ની બની રહે તેવી સ્થિતિ બની છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.