વિશ્વકપમાં ટીમ ઈંન્ડિયા ફોર્મમાં દેખાઇ રહી છે, ટીમે પોતાની બંન્ને મેચમાં શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી છે. તો બીજી તરફ ન્યૂઝીલેન્ડ પણ વિશ્વકપમાં પોતાનુ બેસ્ટ આપી રહ્યુ છે. તેણે આ વિશ્વકપમાં ત્રણ મેચ રમી છે, જે દરેકમાં તેણે જીત મેળવી છે. આજે ટીમ ઈંન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2003 બાદ વિશ્વકપમાં મેચ રમાવવાની છે, જેને લઇને ભારતીય દર્શકો ઘણા ઉત્સાહમાં છે. બંન્ને ટીમનાં પ્રમુખ ખેલાડીઓ ફોર્મમાં દેખાઇ રહ્યા છે, ત્યારે ભારતનો ટોપ ઓર્ડર પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ત્યારે દર્શકો માટે ટ્રેંટ બ્રિઝ, નોટિંઘમમાં આ બંન્ને ટીમ વચ્ચેનો મુકાબલો રોમાંચથી ભરેલો રહે તેવી પૂરી સંભાવનાઓ છે.
ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વિશ્વકપમાં અત્યાર સુધીમાં 7 વખત આમને સમાને આવી છે જેમા ન્યૂઝીલેન્ડ 4 તો ભારત 3 મેચ જીતવામાં સફળ રહ્યુ છે. આ પહેલા ભારતે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ઈંગ્લેન્ડમાં જે ત્રણ વન ડે મેચ રમી હતી, જે દરેકમાં તેને હારનો સમાનો કરવો પડ્યો હતો. જેનો જવાબ આપવા વિરાટ કોહલીની ટીમ આજે ગુરુવારે નોટિંઘમનાં મેદાને ઉતરશે.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ પાંચ મેચ રહી યાદગાર
વર્ષ 1999માં ન્યૂઝીલેન્ડ સામે સચિન તેડુંલકરે નોટ આઉટ રહેતા 186 અને રાહુલ દ્રવિડએ 153 રનની ધમાકેદાર બેટિંગ કરી હતી. ભારતે આ મેચમાં બે વિકેટનાં નુકસાને 376 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ આ ટાર્ગેટની નજીક પણ પહોચી શક્યુ નહોતુ અને ભારતને આ મેચ આસાન જીત મળી હતી.

વર્ષ 1999માં ભારતનાં વિકેટકીપર બેટ્સમેન નયન મોંગિયાએ એક બોલ બાકી રહેતા ભારતને જીત અપાવી હતી. ભારત આ મેચ બે વિકેટથી જીતવામાં સફળ રહ્યુ હતુ. આ મેચને 90નાં દાયકાની એક યાદગાર મેચ તરીકે આજે પણ જોવામાં આવે છે.

વર્ષ 2003માં ભારતને જીત માટે 198 રન બનાવવાનાં હતા અને ભારત 3 વિકેટ પર 182 રન બનાવી ચુક્યુ હતુ. પરંતુ તે પછી એક એક કરીને ભારતની વિકેટો પડતી ગઇ. અંતમાં જીત મેળવવા માટે આશીષ નેહરાને ચોક્કો માર્યો અને ભારત એક વિકેટથી મેચ જીતી શક્યુ હતુ. જો કે પૂરી મેચમાં ભારતનો દબદબો રહ્યો હતો.

વર્ષ 2009માં ભારતીય ટીમે સચિન તેડુલકરનાં નોટ આઉટ 162 રન બનાવતા 4 વિકેટનાં નુકસાને392 રન બનાવી દીધા હતા. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમે સંઘર્ષ કરતા 334 રન બનાવ્યા હતા. આ મેચમાં ધોનીની ટીમે મેચ અને સીરીઝ પણ પોતાના નામે કરી હતી. આ સીરીઝ એટલા માટે પણ યાદગાર રહી હતી કારણ કે ભારતે ન્યૂઝીલેન્ડની ટીમને તેના ઘરમાં જ હારનો સ્વાદ ચખાડ્યો હતો.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
વર્ષ 2014માં ભારતને જીત માટે છેલ્લા બે બોલમાં 8 રન બનાવવાનાં હતા. પહેલા બોલમાં રવિન્દ્ર જાડેજાએ છક્કો મારી ભારતને જીતની નજીક સુધી પહોચાડી હતી. પરંતુ છેલ્લા બોલમાં તે માત્ર એક રન જ લઇ શક્યો હતો અને મેચ ટાઇ થઇ ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
