Not Set/ PGમાં રહેતી યુવતીની છેડતીનાં આરોપીની પોલીસ દ્રારા ગણતરીની કલાકમાં ઘરપકડ

અમદાવાદનાં નવરંગપુરામાં PGમાં રહેતી યુવતીની છેડતી મામલે રાજ્યભરમાં ઘેરા રોષનાં પડઘા જોવા મળી રહ્યા છે. ત્યારે છેડતી મામલે કરવામાં આવેલી ફરિયાદની ગણતરીની કલાકોમાં જ નવરંગપુરા પોલીસ દ્રારા આરોપીની ધરપકડ કરી લેવામા આવી છે. મળતી માહિતી મુજબ આ અઘમકૃત્ય આચરનાર આરોપીનું નામ ભાવિન શાહ છે. અને  આરોપી ઓનલાઈન ફૂડ ડિલિવરીનાં વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનુ સામે આવી […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદનાં નવરંગપુરામાં PGમાં રહેતી યુવતીની છેડતી મામલે રાજ્યભરમાં ઘેરા રોષનાં પડઘા જોવા મળી રહ્યા છે. ત્યારે છેડતી મામલે કરવામાં આવેલી ફરિયાદની ગણતરીની કલાકોમાં જ નવરંગપુરા પોલીસ દ્રારા આરોપીની ધરપકડ કરી લેવામા આવી છે. મળતી માહિતી મુજબ આ અઘમકૃત્ય આચરનાર આરોપીનું નામ ભાવિન શાહ છે. અને  આરોપી ઓનલાઈન ફૂડ ડિલિવરીનાં વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનુ સામે આવી છે. આરોપી દ્રારા PG હોસ્ટેલ હાઉસમાં ગેરકાયદે ધૂસી ભર ઉંઘમાં સૂતેલી યુવતી સાથે શારીરિક અડપલાં કરવા ઉપરાંત હિન પ્રકારનું  ગંદુ કૃત્ય કર્યું હતું. આરોપીનાં આ અધમકૃત્યો CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા.

https://www.facebook.com/mantavyanews/videos/685535515201739/

અધમ કૃત્યની પીડિતાએ બુધવારની બપોરે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ નવરંગપુરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે આરોપીને પકડવા માટે 6 ટીમો બનાવી હતી. અને ગણતરીના કલાકોમાં જ પોલીસને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે હાલ આ મામલે આરોપી ભાવેન શાહની ઘરપકડ કરી ન્યાયીક હિરાસતમાં લઇ લીધો છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.