અમદાવાદનાં નવરંગપુરામાં PGમાં રહેતી યુવતીની છેડતી મામલે રાજ્યભરમાં ઘેરા રોષનાં પડઘા જોવા મળી રહ્યા છે. ત્યારે છેડતી મામલે કરવામાં આવેલી ફરિયાદની ગણતરીની કલાકોમાં જ નવરંગપુરા પોલીસ દ્રારા આરોપીની ધરપકડ કરી લેવામા આવી છે. મળતી માહિતી મુજબ આ અઘમકૃત્ય આચરનાર આરોપીનું નામ ભાવિન શાહ છે. અને આરોપી ઓનલાઈન ફૂડ ડિલિવરીનાં વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનુ સામે આવી છે. આરોપી દ્રારા PG હોસ્ટેલ હાઉસમાં ગેરકાયદે ધૂસી ભર ઉંઘમાં સૂતેલી યુવતી સાથે શારીરિક અડપલાં કરવા ઉપરાંત હિન પ્રકારનું ગંદુ કૃત્ય કર્યું હતું. આરોપીનાં આ અધમકૃત્યો CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા.
https://www.facebook.com/mantavyanews/videos/685535515201739/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
