
ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીની બેઠકમાં PM મોદીએ કોઈ પણ પ્રકારનું ગેરવર્તન, જે પક્ષનાં નામ પર બટો લગાવે છે, તે સ્વીકાર્ય નથી. PM મોદી કહ્યું કે જો કોઈએ આવુ કર્યું તો આકરા પગલા તો લોવા જ જોઇએ અને આ નિયમ બધા માટે લાગુ પડે છે.

સૂત્રોનાં જણાવ્યું પ્રમાણે PMએ કહ્યું છે કે જે લોકો વચ્ચે આવા કલંકીત દાખલા બનાવે છે. તેમને પક્ષમાં રહેવાનો કોઈ અધિકાર નથી. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ઈન્ડોર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ગંજી કેમ્પસ ક્ષેત્રમાં એક ઘરને તોડી પાડવા પહોંચી હતી ત્યારે ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય દ્રારા મ્યુનિસિપલ કર્મચારીને બેટ દ્રારા માર મારવામા આવ્યો હતો. હુમલા બાદ પોલીસ કેસ નોંધવામા આવતા આકાશને જેલની હવા ખાવી પડી હતી. હાલ આકાશ જામીન પર મુક્ત થયો છે. આ મામલે આકાશ દ્રારા આટલું થયા પછી પણ પોતાનું વલણ અકડ દર્શાવવામા આવી રહ્યું છે. તો સાથે સાથે પિતા કૈલાશ વિજ્યવર્ગી દ્રારા પણ મામલામાં આકાશનું ઉપરાણુ લેવામા આવ્યું હોવાની વાત ચર્ચામાં રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
