કર્ણાટક,
કર્ણાટકમાં એચડી કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ હવે નવી સરકાર બનવાને લઇને રાજકારણ ગરમાયું છે. બીજેપીના બીએસ યેદિયુરપ્પા આજે મુખ્યમંત્રી પદની શપથ લેશે. શુક્રવાર સવારે 10 વાગ્યે તેઓ રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.બીએસ યેદિયુરપ્પાએ રાજ્યપાલને મળ્યા પછી કહ્યું કે તે આજે સાંજે 6 વાગ્યે મુખ્યમંત્રી પદની શપથ લેશે.
આપને જણાવીએ કે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને બીએસ યેદિયુરપ્પાએ 105 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર સોંપ્યો અને જણાવ્યું કે ધારાસભ્ય દળના નેતા તરીકે તેમને પસંદ કર્યાં છે. શપથગ્રહણમાં સામેલ થવા કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાને પણ એચડી કુમારસ્વામીએ આમંત્રણ આપ્યું છે.

પહેલાં જ્યારે 2018 માં રાજ્યમાં ચૂંટણીઓ થઈ, તો બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી બન્યા, પરંતુ તેમનો કાર્યકાળમાં માત્ર અઢી દિવસ સુધી ચાલી શક્યો અને બાદમાં કુમારસ્વામી કોંગ્રેસના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા.
બીએસ યેદિયુરપ્પ પોતે ઇચ્છતા હતા કે તેઓ આજે જ મુખ્યમંત્રી પદની શપથ લે. આ દરમિયાન ભાજપના બાગી ધારાસભ્યઓથી સંપર્ક સાધવાના પ્રયત્નોમાં છે, કારણ કે ભાજપને લાગે છે કે કોંગ્રેસે પણ તમના તરફ ખેંચવાના પ્રયાસો કરશે. જો આજે શપથ ગ્રહણ સમારોહ થાય છે. તો માત્ર બીએસ યેદિયુરપ્પ જ મુખ્યમંત્રીની પદની શપથ લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
