Not Set/ જૂનાગઢઃ સતાધારની જગ્યાના પૂર્વ મહંત પૂ. જીવરાજ બાપુનું 93 વર્ષની વયે ધામગમન

જૂનાગઢ, સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયે સોમવારે રાત્રે 10 વાગ્યે દેવલોક પામ્યા છે. જીવરાજબાપુ સતાધારના 7મા મહંત હતાં. છેલ્લા થોડાક સમયથી જીવરાજ બાપુને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. સત્તાધારની જગ્યામાં ભજન, ગૌસેવા સહિતમાં જીવન ન્યોછાવર કરનાર પૂર્વ મહંત જીવરાજ બાપુ છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા. આજે જીવરાજબાપુના પાર્થિવ દેહની પાલખી યાત્રા યોજાશે.આ પાલખીયાત્રામાં મોટાભાગના […]

Top Stories Rajkot Gujarat Videos
aaaamm જૂનાગઢઃ સતાધારની જગ્યાના પૂર્વ મહંત પૂ. જીવરાજ બાપુનું 93 વર્ષની વયે ધામગમન

જૂનાગઢ,

સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયે સોમવારે રાત્રે 10 વાગ્યે દેવલોક પામ્યા છે. જીવરાજબાપુ સતાધારના 7મા મહંત હતાં. છેલ્લા થોડાક સમયથી જીવરાજ બાપુને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. સત્તાધારની જગ્યામાં ભજન, ગૌસેવા સહિતમાં જીવન ન્યોછાવર કરનાર પૂર્વ મહંત જીવરાજ બાપુ છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા.

આજે જીવરાજબાપુના પાર્થિવ દેહની પાલખી યાત્રા યોજાશે.આ પાલખીયાત્રામાં મોટાભાગના સાધુ સંતો જોડાશે. મંગળવારે બપોરે ત્રણ વાગ્યે સંતો-મહંતો અને અનુયાયોની હાજરીમાં સમાધી આપવામાં આવશે. ગત રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીવરાજ બાપુની રૂબરૂ મુલાકાત લઈને તેઓના ખબર અંતર પુછયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.