સુરત/ પાંડેસરા વિસ્તારમાંથી પકડાયું 230 કિલો પનીર, ટેમ્પો રોકીને લેબમાં ચેક કરતા…

વલસાડથી સુરતના ઉધના પાંડેસરા વિસ્તારમાં પનીર વેચાણ માટે અને રેસ્ટોરન્ટમાં આપવા માટે લાવવામાં આવ્યું હતું.

Gujarat Surat
YouTube Thumbnail 2024 04 03T173729.738 પાંડેસરા વિસ્તારમાંથી પકડાયું 230 કિલો પનીર, ટેમ્પો રોકીને લેબમાં ચેક કરતા...

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ રીતે ટેમ્પામાં પનીર વલસાડથી સુરત લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ટેમ્પાને રોકીને તપાસ કરવામાં આવી હતી. જેમાં 230 કિલો જેટલું પનીર મળી આવ્યું હતું. પ્રાથમિક તારણ આરોગ્ય અધિકારી દ્વારા કાઢતા પનીરમાં ભેળસેળ હોવાની શંકા જતા પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

વલસાડથી સુરતના ઉધના પાંડેસરા વિસ્તારમાં પનીર વેચાણ માટે અને રેસ્ટોરન્ટમાં આપવા માટે લાવવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારી દ્વારા ટેમ્પામાં રહેલા પનીરના જથ્થાને જપ્ત કરી લીધો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, વલસાડથી આ પનીર સુરત લાવવામાં આવી રહ્યું હતું. અગાઉ પણ આ જ રીતે પનીર સુરતમાં લાવવામાં આવ્યું હતું પરંતુ તે ત્યારે ઝડપાયું ન હતું.

ડ્રાઈવરને પૂછતા તેણે જણાવ્યું હતું કે, પનીર નકલી છે કે અસલી તે અંગે મને કોઈ માહિતી નથી. આખરે આરોગ્ય અધિકારી દ્વારા પનીરના સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપતા પનીર સ્ટાન્ડર્ડનું હોવાનું જણાઈ આવ્યું હતું.આરોગ્ય અધિકારી ધર્મેશ સાળુંકેએ જણાવ્યું કે, જે પનીરનો જથ્થો મળી આવ્યો હતો. તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

હાલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાંથી જે રિપોર્ટ સેમ્પલ લાવ્યા છે. તેમાં પનીર ફેલ થયું હોવાનું જાણવા મળ્યું છે. પનીરમાં મિલ્ક ફેટને બદલે પાન ફેટનો ઉપયોગ થયો હતો, એટલું જ નહીં બાઇડીંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ પ્રકારનું પનીર ખાવાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે. જેને ધ્યાનમાં લઈને જેમના દ્વારા આ પનીર લાવવામાં આવ્યું હતું. તેમની સામે એજ્યુકેટીંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભા ચૂંટણીને લઈ પ્રદેશ ભાજપમાં ખેંચતાણ યથાવત, બે નેતાઓ બદલ્યા તો બીજી બાજુ ભાજપના નેતા પુરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ….

આ પણ વાંચો:UNSCમાં ભારતના સ્થાયી સ્થાનને લઈ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું, ભારતને મળશે જ સ્થાન, એના માટે….

આ પણ વાંચો:કેજરીવાલ જેલમાં, પત્ની સુનિતા ગુજરાતમાં કરી શકે છે પ્રચાર…..

આ પણ વાંચો:પાટીલે કહ્યું રૂપાલાને માફ કરી દો મારી બે હાથ જોડીને વિનંતી