Not Set/ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની ગીરફ્તમાં અમદાવાદ, 24 કલાકમાં ડેન્ગ્યુના 40 કેસ

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ ફરી એક વખત વધ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. તેવામાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના 40 થી વધુ કેસ નોંધાયા છે. જેમાં ડોક્ટર, નર્સ, કોલેજના વિદ્યાર્થીઓ સહીત હોસ્પિટલ સિક્યોરિટી ગાર્ડ પણ ડેન્ગ્યુના ઝપેટમાં આવ્યા છે. ડેન્ગ્યુએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તેમજ ડેન્ગ્યુના કેસમાં […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ ફરી એક વખત વધ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. તેવામાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના 40 થી વધુ કેસ નોંધાયા છે. જેમાં ડોક્ટર, નર્સ, કોલેજના વિદ્યાર્થીઓ સહીત હોસ્પિટલ સિક્યોરિટી ગાર્ડ પણ ડેન્ગ્યુના ઝપેટમાં આવ્યા છે. ડેન્ગ્યુએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તેમજ ડેન્ગ્યુના કેસમાં જંગી વધારો નોંધાયો છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસોમાં 1500 દર્દી અને ઇનડોર કેસમાં 50 થી 100 કેસનો વધારો થયો છે. 45 દિવસમાં 900 થી વધુ કેસ ડેન્ગ્યુના હોસ્પિટલમાં નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા 3 સપ્તાહમાં ટાઈફોડના, મેલેરિયાના અને ઝેરી મેલેરિયાના કેસોમાં પણ જંગી વધારો નોંધાયા છે.

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ એટલી હદે જોવામાં આવી રહ્યું છે કે તેની ઝપેટમાં ડોક્ટર, નર્સ, કોલેજના વિદ્યાર્થીઓ સહીત હોસ્પટલના સિક્યોરિટી ગાર્ડ પણ આવી ગયા છે.

શહેરમાં વરસાદે વિદાય લધી છે ત્યારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઉંચક્યું છે. જેના લીધે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. સ્થિતિ એટલી વિકટ બની છે કે લોકોના ઘેર ઘેર બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઉભરો જોવા મળ્યો છે. અમે ડેન્ગ્યુએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી પડ્યો છે અને ડેન્ગ્યુના કેસીસમાં જંગી વધારો નોંધાયો છે.

હકીકતમાં વીએસ હોસ્પિટલ બંધ થયા બાદ અન્ય હોસ્પિટલો પર ભારણ વધ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસોમાં 1500 દર્દી અને ઇનડોર કેસમાં 50 થી 100 કેસનો વધારો થયો છે. 45 દિવસમાં 900 થી વધુ કેસ ડેન્ગ્યુના હોસ્પિટલમાં નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા 3 સપ્તાહમાં ટાઈફોડના,મેલેરિયાના ને ઝેરી મેલેરિયાના કેસોમાં પણ જંગી વધારો નોંધાયા છે. અને દરોજ નવા 15 કેસ ડેન્ગ્યુના નોંધાય છે.

મચ્છરોના ઉપદ્રવને પોહચી વાળવા કોર્પોરેશન દ્વારા ઠેર-ઠેર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. અને મચ્છરોના પોરાનો નાશ કરવા જરૂરી સૂચના પણ આપવામાં આવી રહી છે. જોકે તકેદારીના ભાગ સ્વરૂપે કોઈ એક્શન ન લેવાતા ખુદ સિવિલ હોસ્પિટલમોં સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે. જેને પગલે શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.