અખિલ ભારતીય મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનાં નિર્ણય વિરુદ્ધ સમીક્ષા અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડ મીટિંગમાં, તે નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ મસ્જિદ માટે અલગ જમીનની ઓફરને સ્વીકારશે નહીં.
જમીયત ઉલેમા-એ-હિન્દનાં મૌલાનાં અરશદ મદનીએ બોર્ડની બેઠક બાદ કહ્યું હતું કે- આપણે પહેલેથી જ જાણીએ છીએ કે આપણી પુનર્વિચાર અરજી 100% રદ કરવામાં આવશે, તેમ છતા આપણે પુનર્વિચાર અરજી દાખલ કરવી જોઈએ. આ આપણો અધિકાર છે. બેઠક બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પ્રેસ કોન્ફરન્સમાં બોર્ડનાં અધિકારીઓએ કહ્યું હતું કે મુસ્લિમો મસ્જિદની જમીનનાં બદલામાં બીજી કોઈ જમીન સ્વીકારી શકતા નથી. અમે અયોધ્યા કેસ અંગે સુપ્રીમ કોર્ટનાં ચુકાદા સામે સમીક્ષા અરજી દાખલ કરીશું. કોર્ટનાં નિર્ણયમાં અનેક વિરોધાભાસ છે. જ્યારે મૂર્તિ બહારથી લાવવામાં આવી ત્યારે તેને કેવી રીતે દેવતા માનવામાં આવ્યાં.
The All India Muslim Personal Law Board (AIMPLB) has decided to file a review petition against the Supreme Court (SC) verdict on Ayodhya issue while declining to accept the five acres of land
Read @ANI Story |https://t.co/oHGVbMYdd9 pic.twitter.com/41JgbIEA98
— ANI Digital (@ani_digital) November 17, 2019
ઇકબાલ અન્સારીએ આ અરજી પર પુનર્વિચાર કરવાનો કર્યો ઇનકાર
લખનઉમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠકમાં બાબરી મામલાનાં પક્ષ ધરાવતા ઇકબાલ અન્સારીએ કહ્યું કે, અમે ચુકાદો સ્વીકારી લીધો છે. હવે અમે આગળ જવાના નથી. તેમણે કહ્યું કે આપણે ભારતનાં મુસ્લિમ છીએ અને બંધારણનું પાલન કરીએ છીએ. અયોધ્યા મુદ્દો ખૂબ મહત્વનો હતો, હવે અમે તેને આગળ નહી વધારીએ. અમે ઇચ્છીએ છીએ કે આ મામલો અહીં સમાપ્ત જ થઇ જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
