જનતા પોતાનું પેટ સિવીને પણ ટેક્સ ચૂકવે છે. પ્રજા પોતાના પરસેવાના પૈસાને સરકારી તંત્ર અને મહાપાલિકામાં ટેક્સના રૂપમાં ભારે છે. અને આવું કરવાનું કારણ છે કે, પ્રજાનું માનવુ છે કે આ પૈસા વાટે સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી વ્યવસ્થાનું નિયમન થાય અને પ્રજાને આપવામાં આવતી સરકારી સવલતો વિની રુકાવટ પ્રાપ્ત થતી રહે. પરંતુ આમા પણ અપવાદ રૂપ કર્મચારી હોય જ છે તે પ્રજાને વિસરાય ગયું છે કે, કર્મચારી હવે તંત્ર કરતા પણ પાવરધા થઇ ગયા છે તેવું પણ બનવા જોગ છે. આવો જ કામચોરોની કોમચોરી અને સરકારી તંત્રમાં રહીને લીલા લહેર કરવાનો બનાવ મંતવ્ય ન્યૂઝ દ્વારા ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અને આશ્ચર્ય જનક રીતે રાજકોટ મહાપાલીકામાં કરવામાં આવેલ રિયાલિટી ચેકમાં તંત્ર ચકરાવે ચડ્યું તેવી વિગતો સામે આવી છે.
રાજકોટ મહા નગરપાલિકામાં કામ કરતા બાબુઓ અને કર્મચારીઓ શું કરે છે? મોટા મોટા પગાર અને ભથ્થા લઈને મોજ કરે છે!! જી હા, રાજકોટ મહાપાલિકામાં કામ કરતા બધા જ કર્મચારીઓ કામ ચોર અને આળસુ તેમજ મોબાઈલ પ્રેમી છે એવું અમે નથી કહેતા , પરંતુ આજે મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં જે સત્ય સામે આવ્યું તે ચોંકાવનારુ છે.
મંતવ્ય ન્યૂઝના કેમેરા પર મહાપાલિકાની મોટા ભાગની ઓફિસની ચેર પહેલાતો ખાલી ખમજ જોવામાં આવી હતી. મહા નગરપાલીકાની મહા ઓફિસમાં જાણેકે કર્ફ્યુ હોય, તેમ કોઇ અધિકારીથી માંડીને કર્મચારી દેખાતા જ નહોતા. અનેક વિભાગોમાં હાજરી પુરાવ્યા પછી મહામહેનતે કોઇ કોઇ કર્મચારી દેખાયા પણ તે પોતાનામાં જ વ્યસ્ત દેખાયા હતા.
મંતવ્ય ન્યૂઝના કેમેરામાં મહાપાલિકાની ઓફિસને વિડીયો ગેમ રમવાનું સ્થળ બનાવી દેનારા નઠારા અને કામચોર કર્મચારીઓ કેદ થયા. રાજકોટ મહાપાલિકાનું વીડિયો ગેમ પાર્લર(કચેરી)માં અલગ અલગ વિભાગમાં કામચોર કર્મીઓને મંતવ્ય ન્યૂઝ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાપાલિકાનું વીડિયો ગેમ પાર્લર(કચેરી)માં કોઇનું માથું ઉચ્ચું થતું જ નથી. બધા નીચા માથા કાઇ ને કાઇ કરી રહ્યા છે. અલબત પોતાની ફરજનાં કામ સિવાયનું કામ. જી હા મોબાઇલમાં મોટાભાગનાં બધા જોવામાં આવ્યા. માથુ નીચું હાથમાં મોબાઇલ અને કોઇ ગીત સાંભળે છે, તે કોઇ ગેમ રમે છે, કોઇ વીડિયો જુએ છે તો કોઇ પોસ્ટ લખી પોતાની વાહવાહી કરાવવા અને થોડીક લાઇકની કમાણી કરી લેવા મથી રહ્યું જોવામાં આવ્યું.
તમામ દ્રશ્યો અમારા કેમેરામાં કેદ પણ થયા અને પછી મોબાઈલમાં ગેમ રમવાનાં માસ્ટ, વીડિયો જોવા ગીત સાંભળવામાં માસ્ટ, કોઈ અલગ અલગ ગેમ્સ રમીને નોકરીના સમયે ટાઈમ પાસ કરવાનાં માસ્ટ…………ને રાજકોટ મહાપાલિકાનું વીડિયો ગેમ પાર્લર(કચેરી)નાં રીંગ માસ્ટર દ્વારા આ મામલે આકરી ચિમકી પણ આપવામાં આવી. સાહેબે(મ્યુ.કમિશનર) કહ્યું છે કે, કોઇ કામચોરને છોડવામાં આવશે નહીં. અને કડકમાં કડક પ્રકારનાં પગલા લેવામાં આવશે. ત્યારે હવે એ જોવાનું કે આ કામચોર કર્મચારીઓ સામે હવે કેવા આકરા પગલાં લેવામાં આવે છે? પછી સાહેબે(મ્યુ.કમિશનર) પણ આ ઘટના ગેમ રમવાની વ્યાસ્તતામાં ભૂલી જાઇ છે?
જુઓ સમગ્ર અહેવાલ………..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
