Not Set/ માતાજી પણ ઘેરાયા ભાવ વધારાથી,અંબાજી મંદિરના પ્રસાદના ભાવ 5 રૂપિયા વધ્યા

ગુજરાતમાં આવેલ શક્તિપીઠ અંબાજીના દર્શનને આવનાર ભક્તો મા અંબાને દર્શન કરી તેમની મા અંબાના ધામથી પ્રસાદ લઈને લોકોને આપવા માટે ભક્તો જે  80 ગ્રામ પ્રસાદનું જે પેકેટ 10 રૂપિયામાં ખરીદતા હતા, તેમાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે પેકેટ 10 રૂપિયામાં મળ્યું હતું તે હવે 15 રૂપિયામાં મળશે. આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રો દ્વારા મળતી […]

Gujarat Others

ગુજરાતમાં આવેલ શક્તિપીઠ અંબાજીના દર્શનને આવનાર ભક્તો મા અંબાને દર્શન કરી તેમની મા અંબાના ધામથી પ્રસાદ લઈને લોકોને આપવા માટે ભક્તો જે  80 ગ્રામ પ્રસાદનું જે પેકેટ 10 રૂપિયામાં ખરીદતા હતા, તેમાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે પેકેટ 10 રૂપિયામાં મળ્યું હતું તે હવે 15 રૂપિયામાં મળશે.

આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રસાદના ભાવમાં 1લી ડિસેમ્બર રવિવારથી 50 ટકા ભાવ વધારો કરવામાં આવ્યો છે. પ્રસાદના પેકેટમાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવતા મંદિર ટ્રસ્ટને વર્ષે રૂ.6 કરોડનો ફાયદો થશે.

પાછલા છેલ્લા કેટલાય વર્ષોથી મંદિરને પ્રસાદમાં કરોડોનું નુકસાન થયું હતું. 10 રૂપિયાના પ્રસાદના પેકેટમાં થતા નુકસાનને બદલે હવે નફો નહીં પણ નુકસાનના ધોરણે 5 રૂપિયા વધારવાનો નિર્ણય લેવા આવ્યો છે.

આપને જણાવી દઈએ કે વર્ષ 2016-17માં મંદિરને પ્રસાદમાં રૂ.4 કરોડ, વર્ષ 2017-18માં 4.42 કરોડ, વર્ષ 2018-19માં 4.43 કરોડ નુકસાન થયું હતું. આ વર્ષે જો ભાવ ન વધારતા તો રૂ.6 કરોડનું નુકસાન થતું.

મોહનથાળ બનાવનાર એજન્સીને જીએસટી સાથે 15 રૂપિયા 7 પૈસાનો ભાવ મંજૂર કરાયો છે. જેમાં એજન્સી 7 પૈસાનું નુકસાન સહન કરશે. આપણે એજન્સીને 15 રૂપિયા જ ચૂકવવાના છીએ. ટ્રસ્ટને જે 6 કરોડ રૂપિયાનો ફાયદો થશે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.