Not Set/ હું ભાજપ અને PM મોદીથી નારાજ છું : લોકસભાનાં પૂર્વ અધ્યક્ષ સુમિતા મહાજન

“કુછ તો ગડબડ હૈ”  ભાજપ નેતાગીરીથી ફરી એક પીઢ ભાજપી નેતા નારાજ હોવાની અને પોતાની હૈયાવરાળ જાહેર પ્લેટફોર્મમાં ઠલવાઇ હોવાની ઘટના સામે આવી છે. હા આ મામલો ભાજપ માટે નવો બિલકુલ નથી અને અનેક વખત પીઢ નેતાઓ નારાજ જોવામાં આવ્યા છે. અલબત આ મામલો થોડો અલગ જરૂર કહી શકાય કારણ કે પૂર્વે અનેક દિગ્ગજ નેતા […]

Top Stories India

“કુછ તો ગડબડ હૈ”  ભાજપ નેતાગીરીથી ફરી એક પીઢ ભાજપી નેતા નારાજ હોવાની અને પોતાની હૈયાવરાળ જાહેર પ્લેટફોર્મમાં ઠલવાઇ હોવાની ઘટના સામે આવી છે. હા આ મામલો ભાજપ માટે નવો બિલકુલ નથી અને અનેક વખત પીઢ નેતાઓ નારાજ જોવામાં આવ્યા છે. અલબત આ મામલો થોડો અલગ જરૂર કહી શકાય કારણ કે પૂર્વે અનેક દિગ્ગજ નેતા નારાજ હોવા છતા જાહેરમાં કદી કહ્યું નથી કે, હું હું ભાજપ અને PM મોદીથી નારાજ છું. જી હા વાત થઇ રહી છે, ભાજપનાં દિગ્ગજ નેતા, આઠ-આઠ વખત જેઓ ભાજપનાં સાંસદ રહી ચૂક્યા છે અને લોકસભાનાં અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે તે સુમિત્રા તાઇ વિશે.

ઇન્દોરમાં લોકસભાનાં પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા મધ્ય પ્રદેશનાં રાજ્યપાલની હાજરીમાં મધ્ય પ્રદેશ સરકારનાં કાર્યક્રમમાં અને મધ્ય પ્રદેશ સરકારનાં એક મંત્રીની હાજરીમાં પોતાની હૈયાવરાળ ઠાલવતા કહેવામાં આવ્યું છે કે, હું ભાજપથી નારાજ છું. બલકે સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી છે કે, હું ભાજપ અને PM મોદીથી નારાજ છું. અલબત ભાજપનાં દિગ્ગજ નેતા દ્વારા પોતાની નારાજગીનું કોઇ કારણ જાહેર કરવામાં આવ્યું નહોતું. આપને જણાવી દઇએ કે, હાલ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે. અને કોંગ્રેસ સરકારનાં શિક્ષણ મંત્રીનાં ક્ષેત્રમાં એક કાર્યક્રમમાં મહાજને આ નિવેદન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.