એક તો ખેડૂતો અનેક બાબતથી પરેશાન જોવામાં આવી રહ્યા છે, ત્યારે ફરી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરતી ઘટના સામે આવી છે. જી હા, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હરાજી ઠપ્પ થઇ ગઇ હોવાની ઘટાના સામે આવી છે. હરાજી રોકી દેવા પાછળનાં કારણમાં માર્કેટીંગ યાર્ડમાં શ્રમિકોએ અચાનક હડતાળ પાડી હોવાની વાત સામે આવી રહી છે.
મજૂરો દ્વારા વિજળીક હડતાળ પાડવામાં આવતાની સાથે જ મજૂરોએ મગફળીની હરાજી ઠપ્પ કરાવી દીઘી હતી. મજૂરો દ્વારા બંડ પોકારવા પાછળ મજૂરોને આપવામાં આવતી મજૂરી કારણભૂત હોવાનું સામે આવી રહ્યું છે. હાલ મજૂરોને ગુણી દીઠ મજૂરી પાંચ રૂપીયા ચૂકવવામાં આવી રહી છે. ત્યારે મજૂરો પાછલા સમયથી મજૂરીમાં 1 રૂપીયાનો વધારો કરવાની માંગ કરી રહ્યા છે, આ રીતે મજૂરો દ્વારા ગુણી દીઠ 5 રૂપિયાનો ભાવ 6 કરવાની માંગ કરવામાં આવી રહી છે. ગુણી દીઠ મજૂરીનો ભાવ વધારાની માંગ સામે યોગ્ય કરવામાં ન આવતું હોવાથી મજૂરો દ્વારા હડતાળ પાડી દેવામાં આવતા ખેડૂતો અટવાયા હતા અને હરાજી ઠપ્પ થઇ ગઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
