ગુજરાત પર ફરી કુદરતી આફત મંડરાઇ રહી હોવાનાં સમાચાર આવી ગયા છે. અરબ સમુદ્વમાં ફરી એક વાર ડિપડિપ્રેશન સર્જાયું છે જે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. ડિપડિપ્રેશનનાં કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની વકી છે. ફરી વરસાદ ખેડૂતોની ચિંતાનું કારણ બન્યો છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે હાલ ગુજરાતભરનાં અનેક ખેતીવાડી ઉત્પાદન બજાર એટલે કે માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા વેચવા માટે લાવવામાં આવેલો માલ ખુલ્લી જગ્યામાં પડ્યો છે.
સૌરાષ્ટ્રનાં ગોંડલ – રાજકોટ સહિતનાં રાજ્યનાં કોઇ પણ માર્કેટયાર્ડમાં આટલી વિશાળ માત્રામાં ઠલવાયેલ માલ માટે વરસાદ સામે રક્ષણ આપે તેવી સુવિધા નથી. લાખો ગુણી મગફળી અને અન્ય જણસ ખુલ્લામાં પડી છે. વરસાદ સામે રક્ષણ આપતી સુવિધાનાં અભાવે હાલ વરસાદ થાય તો મગફળી અને અન્ય જણસને ભારે નુકશાન થઈ શકે છે.
આપને જણાવી દઇએ કે, હાલ ટેકાના ભાવે મગફળી અને અન્ય જણસ ખરીદવાની પ્રક્રિયા ચાલુ છે. વચ્ચે વરસાદને કારણે રાકી દેવામાં આવેલી આ પ્રક્રિયા હાલ ધીમી ગતીએ ચાલી રહી છે. આત્યારે 83,000થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેની સામે ફક્ત 5 હજાર ખેડૂતો પાસેથી ખરીદા કરવામાં આવી. હજારો ખેડૂતો ખરીદીની રાહમાં પોતાની જણસ સાથે યાર્ડનાં પ્રાંગણમાં ખુલ્લા આકાશ નીચે છે. આપવામાં ફરી વરસાદની આગહીથી ખેડૂતો માટે પડતા પર પાટા જેવો ક્ચાસ થશે, જેથી ખેડૂતો ચિંતાતુર જણાઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
