Not Set/ આદમખોર દીપડો/ ખેડૂતની માથા વગરની લાશ મળતા ગ્રામજનોમાં ફફડાટ

બગસરાના મોટામુજયાસર ગામે આદમખોર દીપડાનો ખોફ યથાવત જણાઈ રહ્યો છે. ગત રાત્રીના મુજયાસર ગામે રહેતા વજુભાઇ બોરડ ઉ.55 પર દીપડાએ હુમલો કર્યો હતો. અને ખેડૂતના માથાના ભાગ વગરની લાશ મળતા ગ્રામજનોમાં ફફડાટ મચીજવા પામ્યો છે. મોટામુજયાસર ગામે થોડા સમય પહેલા ઘરે સુતેલા ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બની હતી. ગત રાત્રીના […]

Gujarat Others
બગસરાના મોટામુજયાસર ગામે આદમખોર દીપડાનો ખોફ યથાવત જણાઈ રહ્યો છે. ગત રાત્રીના મુજયાસર ગામે રહેતા વજુભાઇ બોરડ ઉ.55 પર દીપડાએ હુમલો કર્યો હતો. અને ખેડૂતના માથાના ભાગ વગરની લાશ મળતા ગ્રામજનોમાં ફફડાટ મચીજવા પામ્યો છે.
મોટામુજયાસર ગામે થોડા સમય પહેલા ઘરે સુતેલા ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બની હતી. ગત રાત્રીના મોટા મુજયાસર ગામના રહીશ વજુભાઇ બોર્ડ તેમના ખેતરે પાણી વળવા માટે રોકાયેલ તે દરમ્યાન આદમખોર દીપડાએ હુમલો કર્યાની ચર્ચાઓ થઈ રહી છે.
ત્યારે આ વજુભાઈની માથા વગરની ડેડબોડી ખેતરમાં મળતા લોકોમાં ફફડાટ મચ્યો છે. ખેડૂતને ખેતરે કામે જવું કે નહીં આ આદમખોર દીપડો  બગસરા પંથકમાં અવારનવાર માનવ જિંદગી ઉપર હુમલાઓ કરતો રહે છે. ત્યારે આ નિર્દોષ પોતાના પરિવારનું ભરણપોષણ માટે ખેતરે રાતદિવસ મહેનત કરીને પૂરું કરતો હોય છે. ત્યારે અચાનક ખેડૂતનો માથાનો ભાગ અને પેટનો ભાગ દીપડાનો ભોગ બન્યાની વાયુવેગે વાતો પ્રસરતા સમસ્ત ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અહીંના સરપંચે બે દિવસ આસપાસ વનઅધિકારીઓ જણાવ્યું હતું કે દીપડાએ દર્શન આપ્યા છે
છતાં કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નહીં અને pgvcl ને પણ આવેદન આપી જણાવ્યું હતું કે અહીં દિવસ પાળીમાં લાઈટો આપો અહીં માનવભક્ષી દીપડાનો આતંક છે તંત્રની બેદરકારીને લીધે નિર્દોષ ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યોએ સત્ય છે.  અને  લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ આદમખોર દીપડાના આતંકથી લોકોમાં ફફડાટ જણાઈ રહ્યો છે અને બગસરા પંથકમાં સતત માનવભક્ષી દીપડાના હુમલાથી વનતંત્ર તમાશો જોતી હોય તેવું ખેડૂતોમાં ફફડાટ સાથે ચર્ચાઓ જણાઈ રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.