અરવલ્લી જીલ્લાની સંકલન મીટીંગ માં બાયડના ધારાસભ્ય દ્વારા તેઓના વિસ્તાર માટે વિકાસ કામો મંજુર નહિ કરાતા જમીન ઉપર બેસી વિરોધ વ્યક્ત કરી હોબાળો મચાવ્યો હતો. ધારાસભ્ય દ્વારા માત્ર પ્રભારી મંત્રીના કહ્યા પ્રમાણેના જ કામો થતા હોવાનો આક્ષેપ કરી હોબાળો કરાયો હતો. કલેકટર દ્વારા આવતી કાલ સુધીમાં તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી અપાઈ હતી.
અરવલ્લી જીલ્લાની સંકલનનાં કામો માટેની મીટીંગ આજે કલેકટર કચેરી ખાતે કલેકટર અમૃતેશ ઓરંગાબાદ્કરની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં જીલ્લાના ભિલોડા મોડાસા અને બાયડનાં ત્રણ ધારાસભ્યો સહીત જીલ્લાના પદાધીકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે બે માસ આગાઉ ચૂંટાઈને આવેલા બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે એકા એક જમીન ઉપર બેસી જઈ વિરોધ વ્યક્ત કર્યો હતો.
જશુભાઈ પટેલ ધારસભ્ય તરીકે ચુંટાયે બે માસ કરતા વધુ સમય વીતવા છતાં આજદિન સુધી તેઓને તેમના વિસ્તારના ગામો માટે વિકાસ કામોની એક પણ રૂપિયો ગ્રાન્ટ અપાઈ નથી કે કોઈ વિકાસ કામો મંજુર કરી વહીવટી મંજુરી પણ આપી નથી.
જેથી આ ધારાસભ્ય રોષે ભરાયા હતા અને હોબાળો મચાવી મીટીંગમાં જમીન ઉપર બેસી ગયા હતા અને એક આમ આદમી તરીકે વિરોધ નોધાવ્યો હતો. જશુભાઈ એ એવો આક્ષેપ પણ કર્યો હતો કે જીલ્લામાં માત્ર ભાજપ સરકારના પ્રભારી મંત્રીના કહ્યા મુજબજ વિકાસ કામો મંજુર કરવામાં આવે છે જ્યારે ધારાસભ્યોનાં કામો મંજુર કરવામાં આવતા નથી. જે ખુબજ દુખદ બાબત છે અને ન્યાય નહિ મળેતો આવનારા દિવસોમાં સરઘસ કાઢી કલેકટર કચેરી આગળ બેસી વિરોધ વ્યક્ત કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ત્યારે ધારસભ્યના વિરોધ બાદ જીલ્લા કલેકટર દ્વારા આવતી કાલ સુધીમાં તેઓના કામો માટે નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવતા ધારાસભ્ય પુનઃ પોતાની જગ્યાએ બેઠા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
