Not Set/ ક્ચ્છ/ જડબેસલાક પોલીસ બંદોબસ્ત, કોઈપણ રેલી કે આવેદન પત્ર આપવાના કાર્યક્રમને મંજૂરી નહી

નાગરિકતા બિલના વિરોધને લઈને દેશ અને રાજ્યમાં અજંપાભરી પરિસ્થિતિ છે ત્યારે સરહદી બોર્ડર રેન્જના ક્ચ્છ સહિત ચારેય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે સાથે સભા,સરઘસ કે રેલીઓ યોજવા પર મનાઈ ફરમાવી દેવાઈ છે. સિટીઝનશીપ એમેન્ડમેન્ડ એક્ટ અને નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝનશીપના વિરોધમાં દેશભરમાં હિંસક દેખાવો થઈ રહ્યાં […]

Gujarat Others

નાગરિકતા બિલના વિરોધને લઈને દેશ અને રાજ્યમાં અજંપાભરી પરિસ્થિતિ છે ત્યારે સરહદી બોર્ડર રેન્જના ક્ચ્છ સહિત ચારેય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે સાથે સભા,સરઘસ કે રેલીઓ યોજવા પર મનાઈ ફરમાવી દેવાઈ છે.

સિટીઝનશીપ એમેન્ડમેન્ડ એક્ટ અને નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝનશીપના વિરોધમાં દેશભરમાં હિંસક દેખાવો થઈ રહ્યાં છે. તેની તરફેણમાં પણ સમર્થકો દ્વારા રેલીઓ-દેખાવો યોજાઈ રહ્યાં છે વિરોધ અને સમર્થનની રેલીઓ દ્વારા જ તોફાનો ફાટી નીકલે છે. હાલમાં જ  અમદાવાદ અને વડોદરામાં પોલીસ થયેલા હિંસક હુમલાઓને ધ્યાનમાં રાખીને હોઈ ક્ચ્છ બોર્ડર રેન્જ આઈજી દ્વારા હવે પછી આવી કોઈપણ રેલી કે આવેદન પત્ર આપવાના કાર્યક્રમને મંજૂરી આપવા પર કડક પ્રતિબંધ ફરમાવી દીધો છે.

તેમણે જણાવ્યું કે, કેટલાંક લોકો આગેવાન બનવા માટે આવી રેલીઓ યોજવાના પ્રયાસો કરે છે. પરંતુ, કાયદો અને વ્યવસ્થા માટે જોખમરૂપ બને તેવી કોઈપણ પ્રવૃત્તિને પોલીસ જરાય સાંખી નહીં લે કચ્છની જનતા દેશભક્ત છે. અમુક તત્વો ઑડિયો અને વિડિયો ક્લિપ વાયરલ કરી લોકોને ભરમાવી વાતાવરણ દૂષિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

સાયબર સેલની મદદથી આવા તત્વોને પોલીસ શોધી કાઢી કાયદેસર પગલાં ભરશે આઈજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે,બોર્ડર રેન્જના ચારેય જિલ્લા પૂર્વ ક્ચ્છ,પશ્ચિમ ક્ચ્છ, પાટણ અને બનાસકાંઠામાં દરેકસ્થળે,ગલી,ચોક, જાહેર સ્થળોએ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે કોઈ તત્વો અસામાજિક પ્રવુતિ કરે તો ધરપકડના આદેશ અપાયા છે.  પોલીસ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે અસામાજિક તત્વોને ડામવા પોલીસ એલર્ટ છે ત્યારે નાગરિકો પોલીસને સાથ સહકાર આપે અને સામાજિક સમરસતા જાળવી રાખે તેવો અનુરોધ કર્યો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.