નિર્ભયા દુષ્કર્મનાં ચાર દોષીઓમાંના એક વિનયકુમાર શર્માએ ફાંસીની સજા સામે ફરી એકવાર સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. 2012 ની દિલ્હી નિર્ભયા દુષ્કર્મ કેસમાં દોષિત વિનય કુમાર શર્માએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટીવ પિટીશન કરી છે. હકીકતમાં, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસમાં તમામ ગુનેગારો સામે ડેથ વોરંટ જારી કરીને મૃત્યુદંડની તારીખ નક્કી કરી છે.
2012 Delhi gangrape and murder case: One of the convicts, Vinay Kumar Sharma has filed a curative petition before the Supreme Court. A Delhi Court had issued a death warrant against all four convicts on January 7 and they are scheduled to be executed on January 22 at 7 am pic.twitter.com/Sb2fGXRDId
— ANI (@ANI) January 9, 2020
22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસનાં તમામ દોષીઓને ફાંસીની સજા ફટકારવામાં આવશે. નિર્ભયાની માતાએ પટિયાલા હાઉસ કોર્ટમાં ગુનેગારો સામે ડેથ વોરંટની માંગણી કરી હતી, જેના આધારે કોર્ટે નિર્ભયાની માતાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને 22 જાન્યુઆરીએ ફાંસીની તારીખ નક્કી કરી હતી.
નોંધપાત્ર વાત એ છે કે, દિલ્હીમાં સાત વર્ષ પહેલાં 16 ડિસેમ્બરની રાત્રે, એક સગીર સહિત 6 લોકોએ 23 વર્ષની નિર્ભયા સાથે એક ચાલતી બસમાં સામૂહિક દુષ્કર્મ કર્યો હતો અને તેને બસની બહાર રસ્તાની બાજુમાં ફેંકી દીધી હતી. જેણે પણ આ ઘટનાની ક્રૂરતા વિશે વાચ્યું અને સાંભળ્યું તેના રુવાટા ઉભા થઇ ગયા હતા. આ ઘટના પછી દેશભરમાં વ્યાપક દેખાવો થયા હતા અને મહિલા સુરક્ષાને સુનિશ્ચિત કરવા આંદોલન શરૂ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
