- અમરેલીઃ સાવરકુંડલાના બાઢડા પાસે હિટ એન્ડ રનની ઘટના
- બે કાર અને એક બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
- ત્રિપલ અકસ્માતથી બે લોકોના નિપજ્યા મોત
- બાઇક પર સવાર યુવક અને મહિલાનું નિપજ્યું મોત
અમરેલીના સાવરકુંડલા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં બે લોકોના મોત નીપજ્ય છે. આ અકસ્માત બે કાર અને એક બાઈક વચ્ચે સર્જાયો છે. ઘટનાની જાણ થતા 108 અને પોલીસ ઘટના સ્થળોએ દોડી આવી છે. અને તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર અમરેલીના સાવરકુંડલાના બાઢડા પાસે ત્રિપલ અકસ્મા સર્જાયો છે. જેમાં બાઈક પર સવાર યુવક અને મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ બન્ને કાર ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યા છે.
પોલીસે બંને મૃતદેહની પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને આ મામલે ગુનો નોંધી નાસી છૂટેલા કાર ચાલકોની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.