- સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના થશે, ખાસ રાજસ્થાનથી પથ્થર લવાયો
- રાજસ્થાનના ભીલવાડાથી પથ્થર આજે અમદાવાદ પહોંચ્યો હતો
- વૈષ્ણોદેવી સર્કલ પાસે મહંતો દ્વારા પથ્થરની પૂજા કરવામાં આવી
સાળંગપુર હનુમાન ખાતે ભગવાન હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ 500 ટન વજનની હનુમાનજીની પ્રતિમા હશે. જેના માટે ખાસ રાજસ્થાનના ભીલવાડા થી પથ્થર મંગાવવામાં આવ્યો છે. આજે આ પ્રતિમા બનાવવા માટે મંગાવેલી શીલા અમદાવાદ આવી પહોંચી હતી. રાજસ્થાનથી 500 ટનનો પથ્થરો લાવવામાં આવ્યા છે. જેનું સવારે અમદાવાદ ખાતે પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શીલા પૂજન બાદ સાળંગપુર લઈ જવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
