ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે પોતાનો કાળો કહેર મચાવ્યો છે. અમદાવાદ બાદ સમગ્ર ગુજરાતને પોતાના પંજામાં કેદ કરી રહ્યું છે. ગુજરાતમાં સતત કોરોના પોઝિટીવ કેસમાં વધારો નોધાઇ રહ્યો છે. હાલમાં પણ ગુજરાતમાં કુલ 7,797 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 5,540 કેસ તો માત્ર અમદાવાદમાં છે.
ત્યારે અમદાવાદ એરપોર્ટ પણ કોરોના નીલાપેતમાં આવી ચુક્યું છે. એરપોર્ટ પર ફરજ બજાવતા CISFના 2 જવાન કોરોના સંક્રમિત આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર CISFના બંને જવાન કોરોના પોઝિટિવ આવતા બંને જવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંને જવાન પોઝિટિવ આવતા CISF એ પણ પોતાના જવાનોનું હેલ્થ ચેકઅપની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બ્રિટિશ ફ્લાઈટ આવવા સમયે આ બંને CISFના જવાન એરપોર્ટ પર હાજર હતા. બે જવાનો પોઝિટિવ આવતાં અન્ય 15 જવાનોને આઈસોલેટ કરાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
