Not Set/ Viral Video/ તળાવ નજીક માછલીઓને ખાવુનું ખવડાવી રહ્યો છે ચિંપાંજી, જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર એક ચિંપાજીનો માછલીઓને ખવડાવતો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં, ચિંપાંજી તળાવની પાસે બેઠો માછલીને ખવડાવતા જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, આ વિડીયો ભારતીય વન અધિકારી (આઈએફએસ) સુશાંત નંદાએ તેના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. વળી, કેપ્શનમાં લખ્યું છે કે, ‘ચિપાંજી 98 ટકા માનવ જેવા હોય છે. […]

Videos

સોશિયલ મીડિયા પર એક ચિંપાજીનો માછલીઓને ખવડાવતો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં, ચિંપાંજી તળાવની પાસે બેઠો માછલીને ખવડાવતા જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, આ વિડીયો ભારતીય વન અધિકારી (આઈએફએસ) સુશાંત નંદાએ તેના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. વળી, કેપ્શનમાં લખ્યું છે કે, ‘ચિપાંજી 98 ટકા માનવ જેવા હોય છે. તણાવ ઓછો કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે માછલીઓને ખવડાવવું. તમે પણ પ્રયત્ન કરી શકો છો.

આ વિડીયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોમાં સૌથી સારી વાત એ છે કે ચિપાંજી લાકડાનાં પુલ પર ખૂબ જ શાંતીથી બેઠો છે અને તે તળાવની માછલીઓને ખોરાક આપી રહ્યો છે, તે લોકોને ખૂબ આકર્ષક લાગી રહ્યુ છે. તમે ચિપાંજીનો માછલી સાથેનો વ્યવહાર જોઇ તમને થોડો સમય માટે લાગશે જાણે કોઈ વ્યક્તિ બેઠેલી હોય અને માછલીને ખોરાક આપી રહી હોય.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર આવા અગિણત વિડીયો રોજે રોજ વાયરલ થતા હોય છે, ત્યારે આવા અમુક વિડીયો જે માનવજાતને ઘણીવાર મોટી શીખ પણ આપી જતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.