ગુજરાત રાજ્યમાં કોરોના કેસ માં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના એપી સેન્ટર અમદાવાદમાં હાટકેશ્વર -ભાઈપુરાવોડઁના ભાજપના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાનું કોરોનાના કારણે નિધન થયું છે. છેલ્લા 15 દિવસથી તેઓ SVP હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. જોકે આજે તેમની તબીયત વધુ લથડતાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
ભાજપના કોર્પોરેટર પોતાના મત વિસ્તારમાં કારોના મહામારીના કપરા સમયમાં જરૂરિયાતમંદ લોકોની ખૂબજ મદદ કરી હતી. કોરોનાનો કહેર વચ્ચે તેઓ સતત તકેદારીને પગલે પોતાના વિસ્તારને તેમજ નાની મોટી ગલીઓમાં જાતે જઈને સેનેટાઈઝર કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં મજુરોને એમના વતન મોકલવાની પણ સગવડ કરી આપતા હતા. જોકે આ દરમિયાન ગયાપ્રસાદ કનોજિયા કોનાથી સંક્રમિત થયા હતા. જો કે આજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.
