જુનાગઢમાં વધુ નવા 42 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. એક સાથે આટલા પોઝિટીવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ જુનાગઢમાં કોરોના પોઝિટીવનો આંકડો 529 પર પહોંચી ગયો છે.
આપને જણાવી દઈએ જે જૂનાગઢ શહેરમાં આજે નવા 27 અને જીલ્લામાં 15 મળી કુલ 42 પોઝીટીવ કેસ નોંધાયા છે.
મહત્વનું છે કે કોરોનાની હેઠળ રહેલા 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ 358 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલમાં 158 એકટીવ કેસ છે જોકે અત્યાર સુધીમાં કુલ 13 લોકોના કોરોનાથી મૃત્યુ થયેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
