સુરતમાં કોરોનાનાં નવા અધધધ 117 કેસ નોંધાતા હાહાકાર સાથે કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. આજે સામે આવેલા 117 કોરોના પોઝિટિવ કેસમાંથી સુરત સિટીમાં નવા 85 કેસ નોંધાયા છે, જ્યારે સુરત ગ્રામ્યમાં નવા 32 કેસ નોંધાયા છે.
આપને જણાવી દઇએ કે, સુરત ગ્રામ્યના કુલ 2924 કેસ થયા છે, જ્યારે સુરત સિટી અને જીલ્લાનાં મળી કુલ 14987 કેસ થયા છે. કોરોનાના કારણે સુરતની સુરત બદસુરત બની ગઇ હોઇ તેવી રીતે પાછલા ઘણા દિવસોથી કોરોના કુદકેને ભૂસકે વધી રહ્યો છે. આજે બપોર સુઘીમાં સામે આવેલા 117 કેસનાં કારણે તંત્ર પણ અવાચ છે અને સામાન્ય માણસો પણ.
લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે કે, જો આ રીતે જ જો કોરોનાનાં કેસ સુરતમાં વધતા રહેશે તો થોડા સમયંૈ જ કોરોના મામલે ગુજરાતમાં ુસુરત અમદાવાદની સાઇડ કાપી આગળ નીકળી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
