સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ડિપાર્ટમેન્ટનાસ ભૂતપૂર્વ વિદ્યાર્થીએ અસાધ્ય રોગ ડાયાબિટીસ માટેની દવા બનાવી છે. આ દવા માટેની પેટન્ટની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ તેને મંજૂરી મળતાં દવા બનાવવા માટેની પ્રક્રિયા ખૂબ જ સરળ બની જશે. આ વિદ્યાર્થીનું નામ નૈમિષ વ્યાસ છે તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી મહેનત રંગ લાવી છે.ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના ગત વર્ષના અહેવાલ પ્રમાણે દુનિયાભરમાં ડાયાબિટીસના દર્દીઓ મામલે 77 લાખ સાથે ભારત બીજા નંબરે છે. તેમજ 116 કરોડ દર્દીઓ સાથે ચીન પ્રથમ નંબરે છે. ત્યારે ડાયાબિટીસના દર્દીઓ માટે દવાનું વેચાણ કરનાર ફાર્મા કંપનીઓ અબજો રૂપિયાની દવા બનાવી બજારમાં મૂકે છે.
ahmedabad: આત્મીય હોસ્પિટલ કરાઈ સીલ, કોરોના પ્રોટોકોલનું પાલન ન કરવા પર…
રાજકોટના રહીશ તેમજસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી નૈમિષ વ્યાસે ડાયાબિટીસ માટેની આ દવા બનાવી હોય તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ આવકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. જે દવા હાલ પેટન્ટ માટેની મંજૂરી અર્થે મોકલવામાં આવી છે. મીડિયા સાથેની વાતચીતમ નૈમિષ વ્યાસે જણાવ્યું હતું કે, અત્યાર સુધી જે ડાયાબિટીસ માટેની દવા ફાર્મા કંપનીઓ માટે 8-10 પ્રોસેસ સ્ટેપ અનુસરતા હોઈ છે. તે દવા મે મારા સંશોધન અંતર્ગત 3 સ્ટેપમાં પૂર્ણ કરી છે. ત્યારે જો મારા દ્વારા મુકવામાં આવેલી દવાની પેટન્ટને મંજૂરી મળશે તો દવા માટેના પ્રોસેસ સ્ટેપ ઘટતા પ્રોડક્શન ખર્ચ પણ ઘટશે. જેના કારણે દવાની કિંમતમાં પણ ઘટાડો થશે.
Surendranagar: ચોટીલાના સણોસરા પાસે રૂ. 9.85 લાખના દારૂનો જથ્થો ઝડપાયો…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
