Murder/ ચાણક્યપુરીમાં માથાભારે ગુંડા પ્રદીપ ઉર્ફે માયા ડોનની કરાઈ ઘાતકી હત્યા

અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરમાં દિનપ્રતિ દિન હત્યાના બનાવ વધી રહી છે. ત્યારે વહેલી સવારે ચાણક્યપુરીમાં એક માથાભારેનું ખૂન થયું હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad Gujarat

અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરમાં દિનપ્રતિ દિન હત્યાના બનાવ વધી રહી છે. ત્યારે વહેલી સવારે ચાણક્યપુરીમાં એક માથાભારેનું ખૂન થયું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસર, કુખ્યાત માથાભારે પ્રદીપ માયાની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોતાની દાદાગીરીથી લોકોમાં દહેશત ઊભી કરીને ગુંડાગીરીનું સામ્રાજ્ય બનાવનાર ચાણક્યપુરીના પ્રદીપ ઉર્ફે માયા ડોન યાદવની તેના જ ઘરમાં ઘૂસીને પાંચથી વધુ શખ્સોએ વહેલી સવારે ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ હતી.

સટ્ટાની લત લગતા યુવકે કરી આત્મહત્યા, હોટલાના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ

The murder of the criminal Maya Don at sola area, ahmedabad | ચાંદલોડિયા  અને સોલા વિસ્તારના માથાભારે ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા ડોનની તલવારના ઘા મારી  ફ્રૂર રીતે ...

આપને જણાવી દઈએ કે, વહેલી સવારે લગભગ 5થી6 ની વચ્ચે અનિશ સાગરીતો સાથે મળી ચાણક્યપુરી શાયોના સિટી રોડ પર આવી પ્રદીપને તલવારના ઘા ઝીંકી તેની હત્યા કર્યા બાદ ફરાર થયા હતા. આ અંગે જાણ થતા પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ચુડા પંથકમાં મોટી બહેનના લગ્નમાં નાની બહેને જવતલ હોમી નિભાવી ભાઈની ફરજ

Ahmedabad crime incident Pradip alias Maya don killed by relative– News18  Gujarati

પોલીસે હત્યાનો ગુનો નોંધી 2 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે બાકીના આરોપીઓને પકડવા માટે તપાસ કરવામા આવી રહી છે. મૃતક પ્રદીપ ઉર્ફે માયા ડોન વિરુદ્ધ અપહરણ, ખંડણી, હત્યાનો પ્રયાસ જેવા 15 જેટલા ગુના સોલા સહિતના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. તાજેતરમાં જ માયા ડોને વટવાના એક ફાર્મ હાઉસના માલિકને ફોન કરી 50 લાખ રૂપિયાની ખંડણી માગી હતી.

લાલપર નજીક ઓફિસમાં જુગાર રમતા ત્રણ ઝડપયા, એક ફરાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…