સાઉદી અરેબિયાએ દેશમાં બહારથી પ્રવેશને રોકવા માટે ગયા મહિને લાદવામાં આવેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યો છે. કોવિડ-19 નાં નવા પ્રકારોને દેશમાં પહોંચતા અટકાવવા સાઉદી અરેબીયાએ આ પ્રતિબંધ લાદ્યો હતો. સાઉદી સરકારે હવે આ મુસાફરી પ્રતિબંધ હટાવી દીધો છે.

ગયા મહિને ઘણા દેશોમાં કોરોના વાયરસનાં મ્યૂટેટેડ વેરિઅન્ટ પ્રાપ્ત થયા બાદ સાઉદી અરેબિયાએ 21 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર અસ્થાયી પ્રતિબંધ લાદ્યો હતો. સાથો-સાથ, દરિયાઇ અને જમીનની રહદો પર હિલચાલ પણ બંધ કરાઈ હતી. ગયા સોમવારે, આ મુદ્દત એક અઠવાડિયા માટે વધારી દેવામાં આવી હતી. સાઉદી અરેબિયાએ રવિવારે સવારે 11 વાગ્યાથી આ પ્રતિબંધ હટાવી લીધો છે. આ પછી હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન, બ્રિટન, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં રહેતા બિન-સાઉદી લોકો અને એવા દેશોમાં જ્યાં વાયરસનાં નવા પ્રકારો મળી આવ્યા છે, તેમને ઓછામાં ઓછા 14 દિવસ બીજા દેશમાં વિતાવવા પડશે. આ સાથે સાઉદીમાં પ્રવેશતા તમામ લોકોએ તેમની આરટીસી પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે અને નેગેટિવ રિપોર્ટ દર્શાવ્યા પછી જ પ્રવેશ મળશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
