Crime/ અસલામત અમદાવાદ: રામોલમાં ખંડણીખોરે બે લાખની ખંડણી માંગી, ત્રણ બસોમાં તોડફોડ કરી.

અસલામત અમદાવાદ: રામોલમાં ખંડણીખોરે બે લાખની ખંડણી માંગી, ત્રણ બસોમાં તોડફોડ કરી.

Ahmedabad Gujarat
પ્રતિકાત્મક તસ્વીર

@રીઝવાન શેખ, અમદાવાદ 

અમદાવાદમાં શાંતિ અને સલામતી જળવાઈ રહી છે અને લોકોને અસામાજિક તત્વોથી ડરવાની  કોઈ જરૂર નથી તેવા દાવા કરનારી પોલીસના દાવા જ પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવું અમદાવાદમાં માહોલને જોતા અંદાજો લગાવી શકાય છે.

અમદાવાદમાં ગુનાહિત પ્રવુતિઓ એવી વધી રહી છે જાણે સોના ચાંદીના ભાવો એકદમ વધી જતાં હોય છે. લોકો પોતાને અસલામત હોય તેવું અનુભવ કરી રહ્યા છે.

તાજેતરની જો વાત કરીએ તો અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા વિરલ ભાઈ રાવલ કે જે સિટીએમ ચાર રસ્તા પાસે હિના ટુર એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફીસ ધરાવી પોતાનો ગુજરાન ચલાવે છે.

તેમના જ વિસ્તારનો એક લુખ્ખા રાજુ ભદોરિયા એ વિરલ ભાઈને ફોન કરીને ૨ લાખની ખંડણી માંગી હતી. અને ધમકી આપતા જણાવ્યું હતું કે રોડ પર લક્ઝરી ઊભી રાખવી હોય તો પૈસા આપવા જ પડશે નહિતર સારું નહિ થાય.

વિરલ ભાઈએ રાજુ ની વાતોમાં ન આવતા તેણે ઉશ્કેરાઈ જઈને વિરલ ભાઈની ત્રણ બસોમાં તોડફોડ કરીને સમગ્ર વિસ્તારમાં ભય ફેલાવાની કોશિશ કરી હતી. જેથી આસપાસના લોકો તેનાથી ખુબજ ભયભીત બની ગયા હતા.

આ મામલે વિરલ ભાઈએ પોલીસે રાજુ વિરૂદ્ધ આઇ.પી.સી ની કલમ ૩૮૪,૫૧૧,૨૯૪(ખ),૫૦૬(૨),૪૨૭ અને ગુજરાત પોલીસ એકટ ની કલમ ૧૩૫(૧) મુજબ ની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજુ ભદોરિયાની હરકતોથી ડર્યા વિના રામોલ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઇ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…